+

પગના મોજાના નામે ચીનથી બ્રાન્ડેડ કપડા મંગાવીને થતી હતી દાણચોરી, કંડલા અને મુંન્દ્રા બંદરે કન્ટેનરો અટકાવાયા- Gujarat Post

(ફાઇલ ફોટો) કચ્છઃ પૂર્વ કચ્છના ગાંધીધામ સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ફરી એક વધુ ડ્યુટી ચોરીનો પર્દાફાશ કરાયો છે. દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા, ખાનગી બંદર મુંદ્રા અને મુંબઈ

(ફાઇલ ફોટો)

કચ્છઃ પૂર્વ કચ્છના ગાંધીધામ સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ફરી એક વધુ ડ્યુટી ચોરીનો પર્દાફાશ કરાયો છે. દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા, ખાનગી બંદર મુંદ્રા અને મુંબઈના નાવાશેવા બંદર પર પહોંચેલા 70 જેટલા કન્ટેનરોમાં પગના મોજા મંગાવ્યા હોવાના ડીક્લેરેશન સાથે ચીનથી આયાત કરાયેલા જુદા જ પ્રકારનો માલ-સમાન મંગાવાયો હતો, જેમાં ડીઆરઆઈ દ્વારા 70 જેટલા કન્ટેનરોને અટકાવી દેવાયાં છે. જેમાં નાવાશેવામાં 30 કન્ટેનરોની તપાસ શરૂ કરી દેવાઈ છે.

ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સના સૂત્રોએ જણાવ્યું છે કે એક કન્ટેનરમાં પગમાં પહેરવાના મોજાંને બદલે મોંઘી કિંમતના કાપડ તેમજ તૈયાર કપડા, ગરમ જેકેટ મળી આવતાં આ આખો મામલો ડ્યુટી ચોરીનો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે અને આ સમગ્ર કૌભાંડ કરોડો રૂપિયાનું હોવાનું સામે આવ્યું છે.

અગાઉ પણ પોર્ટ પર આવી જ રીતે માફિયાઓ દ્વારા કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાના અનેક કિસ્સા છે અને વધુ એક વખત એજન્સીએ મોટી ટેક્સ ચોરી ઝડપી પાડી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter