અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી, 50 લોકોનાં મોત થઇ ગયા

11:26 AM May 11, 2024 | gujaratpost

કાબુલ: અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતમાં ભારે વરસાદથી આવેલા પૂરમાં 50 લોકોનાં મોત થયા છે. આ અંગે માહિતી આપતા તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું કે પૂરની અસર રાજધાની કાબુલ પર પણ પડી છે. પૂરને કારણે ઘરો અને મિલકતોને નુકસાન થયું છે. પૂરથી ઘણા લોકો ગુમ છે જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

કાબુલમાં પણ પૂરની અસર થઈ

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ્લા જનાન સેકે જણાવ્યું કે પૂરની અસર રાજધાની કાબુલ પર પણ પડી છે. બચાવ ટીમો ખોરાક અને અન્ય સહાય પહોંચાડી રહી છે. અધિકારીઓનું સંપૂર્ણ ધ્યાન બચાવ કાર્ય પર છે અને તેઓ આવનારા સમયમાં પૂરને કારણે થયેલી જાનહાનિ અને નુકસાનની સંખ્યા વિશે વધુ માહિતી આપશે. ગયા મહિને પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતીને કારણે 70 લોકોનાં મોત થયા હતા અને લગભગ 2000 ઘરો, 3 મસ્જિદો અને 4 શાળાઓને નુકસાન થયું હતું.

Trending :

બ્રાઝિલમાં પણ ભયંકર પૂર આવ્યું હતું

બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરમાં 100 લોકોનાં મોત થયા છે અને 103 લોકો લાપતા છે. પૂરને કારણે રાજ્યમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલન, રસ્તાઓ ધોવાઈ જવા અને પુલ તૂટી પડવાના અહેવાલો પણ છે. 8 લાખથી વધુ લોકો પાણી પુરવઠા વિના જીવવા મજબૂર થયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526