ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો આજે કયા વિસ્તારોમાં પડી શકે છે મેઘો

10:03 AM Aug 02, 2024 | gujaratpost

અમદાવાદઃ હવામાન વિભાગે આજે રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના કરાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. એક્ટિવ થયેલી સિસ્ટમનાં કારણે ઓગસ્ટ મહિનામાં અમદાવાદ સહિત રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, દમણ અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, ગાંધીનગર ,આણંદ, ખેડા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલ ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ પડ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526