હાર્ટએટેકનો હાહાકારઃ રાજકોટમાં 2, જામનગર-સુરતમાં 3-3 લોકોનાં મોત- Gujarat Post

11:23 AM Feb 07, 2024 | gujaratpost

(Demo Pic)

સુરતઃ રાજ્યમાં અગમ્ય કારણોસર હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, રાજકોટમાં બે યુવાનો તથા જામનગર અને સુરતમાં 3-3 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.

રાજકોટમાં આનંદનગર કોલોની ગાયત્રીમંદિર સામે રહેતા મુકેશ રામભાઈ રાય (ઉ.વ.38) નામનો યુવાન ઘરે બાથરૂમ ગયો ત્યાં બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં લાવતા હાર્ટ એટેકથી તેમનું મૃત્યું નીપજ્યાનું જાહેર થયું હતું. બીજા બનાવમાં રણજીત બચુભાઈ રાઠોડ (ઉ.વ.35) માંગરોળમાં તેમના કાકાની દિકરીના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં જમીન પર બેઠા હતા ત્યારે એકાએક ઉલ્ટી થઈ અને તે બેભાન થઈ જતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં પ્રાથમિક તપાસ કરી તેમાં હાર્ટ એટેકથી મૃત્યુનું તારણ નીકળ્યું હતું.

જામનગરમાં પંચવટી ગૌશાળા વિસ્તારમાં રહેતા જિતેન્દ્રભાઈ બાબુલાલ કછેટીયા (ઉ.46)ને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યાં બાદ બાયપાસ સર્જરી કરાવી હતી અને હોસ્પિટલેથી રજા અપાયા બાદ ઘરે ફરી એટેક આવતા મૃત્યું નીપજ્યું હતું. જામનગરના સુભાષ માર્કેટ રોડથી દરબારગઢ વચ્ચે દુકાન ધરાવતા હિરલભાઈ જગદીશભાઈ મહેતા નામના વેપારીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યાનું જાહેર થયું હતું.

જામનગર ચાંદી બજાર વિસ્તારમાં સોનીકામ કરતા અને કોર્પોરેટર ધીરેનભાઈ મોનાણીના પિતરાઈ મનીષભાઈ મોનાણી નામના પ્રૌઢને હાર્ટ એટેક હુમલો આવતા તેમને જી.જી.હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ ત્યાં તેમનું મોત થઇ ગયું હતુ.

સુરતના પુણાગામ માં સરકારી સ્કૂલ પાસે મીરા અંબિકા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય જીગ્નેશ વ્રજલાલભાઈ પટેલ ઘરમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. બાદમાં તેઓ બેભાન થઈ જતા તરત સારવાર માટે નવી સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.

બીજા બનાવવામાં લિંબાયતમાં મીઠીખાડી પાસે ડુંભાલ ટેનામેન્ટમા રહેતા 40 વર્ષીય રામકૃષ્ણ સૈમયા બિટલાને પણ છાતીમાં દુઃખાવો ઉપાડતા બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ત્રીજા બનાવમાં પુણાગામમાં હસ્તીનાપુર સોસાયટીમાં રહેતો 27 વર્ષીય દર્શન રસીક વાઘેલા ડીંડોલીમાં સાંઇ પોઇન્ટ ખાતે સાસરીમાં ગયો હતો. ત્યાં તેને અચાનક ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post