જુલાઈ 2026 માં ગુજરાતની તિજોરી છલકાઈ: GST સહિતની આવક બમ્પર ઉછાળા સાથે રૂ. 12,566 કરોડ થઇ

06:04 PM Aug 01, 2026 | gujaratpost
  • વ્યવસાય વેરા હેઠળ રૂ.23 કરોડ એકત્રિત થયા
  • રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓને વેગ મળશે

ગાંધીનગરઃ ગુજરાત માટે જુલાઈ 2026 નો મહિનો આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો સાબિત થયો છે. રાજ્ય સરકારની મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે સતત વધી રહેલી સક્રિયતાના પરિણામે વિવિધ કરવેરામાંથી થતી આવકમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને રાજ્યના મહેસૂલમાં જંગી વધારો નોંધાયો છે.

GST ની આવકમાં ગત વર્ષની સરખામણીમાં 26 ટકાનો વધારો, રૂ. 7,798 કરોડથી વધીને આવક 8,418 કરોડ રૂપિયા થઇ 

વેપાર અને સેવા ક્ષેત્રની મજબૂત સ્થિતિના કારણે GST આવક રૂ. 8,418 કરોડ સુધી પહોંચી ગઈ છે. વેટ હેઠળ રાજ્ય સરકારને રૂ.3,105 કરોડની આવક થઈ છે. વિદ્યુત શુલ્કના માધ્યમથી રાજ્યને રૂ.1,020 કરોડ પ્રાપ્ત થયા છે. ઉપરાંત વ્યવસાય વેરા હેઠળ રૂ.23 કરોડ એકત્રિત થયા છે.

જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરાના તમામ સ્ત્રોતોને ભેગા કરતાં જુલાઈ 2026 માં રાજ્ય સરકારને કુલ રૂ.12,566 કરોડની આવક થઈ છે. રાજ્યની તિજોરીમાં થયેલા આ જંગી વધારાથી આગામી સમયમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને જનકલ્યાણના કાર્યોને વધુ વેગ મળશે.