ગુજરાતમાં ED ના દરોડા, GST કૌભાંડમાં અમદાવાદ, જૂનાગઢ સહિત અનેક જગ્યાએ તપાસ

06:19 PM Oct 17, 2024 | gujaratpost

અમદાવાદઃ કરોડો રૂપિયાના જીએસટી બોગસ બિલિંગ કૌભાંડમાં હવે ઇડીની એન્ટ્રી થઇ છે, રાજકોટમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝમાં દરોડા કરાયા છે, આ ઉપરાંત જૂનાગઢ, વેરાવળ, ભાવનગર, કોડિનાર, સુરત સહિત 23 જગ્યાઓ પર દરોડા કરવામાં આવ્યાં છે.

એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટની જુદી જુદી ટીમોએ આ કૌભાંડની તપાસ શરૂ કરી છે. પહેલા બિલિંગ કૌભાંડમાં ડીજીજીઆઇએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યાર બાદ અમદાવાદ, જૂનાગઢ, કોડિનાર, વેરાવળમાં દરોડા થયા હતા અને કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતુ, આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરાઇ હતી.

હવે આ કેસમાં ઇડીની એન્ટ્રી થતા કરોડો રૂપિયાના નાણાંકીયા વ્યવહારોનો પર્દાફાશ થશે, સાથે જ આરોપીઓની કરોડો રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526