ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપે લોકસભા બેઠક માટે નવા નામો જાહેર કરી દીધા છે. જેમાં બહુચર્ચિત મહેસાણા બેઠક પર હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે, સાબકાંઠાથી ભીખાજી ઠાકોરને હટાવીને શોભનાબેન મહેન્દ્રસિંહ બરૈયાને ઉમેદવાર બનાવ્યાં છે. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિરોહા, જૂનાગઢથી રાજેશ ચૂડાસમા, પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતી અમરેલી બેઠક પર ભરત સુતરિયા, વડોદરામાં રંજનબેન ભટ્ટના સ્થાને ડો.હેમાંગ યોગેશચંદ્ર જોશીને ટિકિટ આપવામાં આવી છે.
આ છ ઉમેદવારોમાં માત્ર રાજેશ ચૂડાસમાં જ રિપીટ થયા છે, બાકીના 5 ઉમેદવારોનાં નામો નવા છે, ભાજપે 5 નવા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે.
સુરેન્દ્રનગર બેઠક પર મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કપાઇ છે, આ ઉપરાંત અમરેલીથી નારાયણ કાછડિયાની ટિકિટ કાપવામાં આવી છે, જ્યારે વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારો બદલી નાખવામાં આવ્યાં છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો