+

ગુજરાત ATS ની મોટી કાર્યવાહી: પાકિસ્તાનથી હથિયારો અને ડ્રગ્સ સપ્લાય કરનાર વોન્ટેડ રહેમત અલી અમદાવાદથી ઝડપાયો

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને લઇને મોટી સફળતા મળી છે. પાકિસ્તાન સરહદેથી પંજાબમાં હેરોઈન અને હેન્ડ ગ્રેનેડ જેવા ઘાતક હથિયારોનો જથ્થો સપ્લાય કરનારા રીઢા ગુનેગ

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને લઇને મોટી સફળતા મળી છે. પાકિસ્તાન સરહદેથી પંજાબમાં હેરોઈન અને હેન્ડ ગ્રેનેડ જેવા ઘાતક હથિયારોનો જથ્થો સપ્લાય કરનારા રીઢા ગુનેગાર રહેમત અલી શેખની અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

રહેમત અલી છેલ્લા ઘણા સમયથી પંજાબ પોલીસની પકડથી બચવા માટે નાસતો-ફરતો હતો, તપાસમાં સામે આવ્યું છે કે તે નેપાળ અને બિહારના રસ્તે થઈને ગુજરાતમાં પ્રવેશ્યો હતો, અમદાવાદના રખિયાલ વિસ્તારમાં છુપાયો હતો. ગુપ્ત બાતમીના આધારે ATS એ વોચ ગોઠવીને તેને દબોચી લીધો હતો.

પૂછપરછ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જે અંતર્ગત આરોપી પાકિસ્તાનથી આવતા નાર્કોટિક્સ અને હથિયારોના મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો સક્રિય સભ્ય છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેણે સરહદ પારથી હેરોઈન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ જેવા ખતરનાક હથિયારો મેળવી પંજાબના અન્ય સાગરીતોને પહોંચાડ્યા હતા.

આ કેસમાં પંજાબ પોલીસે અગાઉ બે શખ્સોને 42 કિલો હેરોઈન, 4 હેન્ડ ગ્રેનેડ, એક પિસ્તોલ અને 46 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા હતા. રહેમત અલીના સાગરીતો પકડાઈ જતાં તે નેપાળ ભાગી ગયો હતો, પરંતુ ત્યાંથી બિહાર થઈ ગુજરાતમાં આશરો લેવા આવ્યો હતો. હવે ATS એ દિશામાં તપાસ કરી રહી છે કે, અમદાવાદમાં તેને આશરો આપનાર કોણ હતું

હાલમાં આરોપીને પંજાબ પોલીસને સોંપવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ધરપકડથી પાકિસ્તાની સ્પોન્સર્ડ ડ્રગ્સ અને ટેરર મોડ્યુલને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે.

facebook twitter