અમદાવાદઃ ફરી એક વખત ગુજરાત એટીએસ અને એનસીબીએ સાથે મળીને મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ વખતે મધ્ય પ્રદેશના ભોપાલમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે.
ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીના દરોડામાં ભોપાલમાંથી એમડી ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ્સ અને અન્ય મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1814 કરોડ રૂપિયા થાય છે. એજન્સીઓએ આ ડ્રગ્સ સાથે કેટલાક આરોપીઓને પણ ઝડપી લીધા છે, આ ડ્રગ્સનો જથ્થો દેશના અન્ય રાજ્યોમાં સપ્લાય કરાતો હોવાનું સામે આવ્યું છે. આ કેસની ઉંડી તપાસમાં અનેક લોકોનાં નામો ઉમેરાય તેવી શક્યતા છે.
ગુજકાત એટીએસના આ ઓપરેશન પર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર એટીએસની ટીમ અને એનસીબીને અભિનંદન પાઠવ્યાં છે. હાલમાં આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526