Fact Check: કોંગ્રેસ કાર્યાલયમાંથી NEET પેપર લીકનો આરોપી પકડાયો હોવાનો દાવો ખોટો છે

06:28 PM Jun 29, 2024 | gujaratpost

(વાયરલ વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)

Gujarat Post Fact check news:  NEET પેપર લીક કેસમાં પોલીસ અને તપાસ એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે દાવો કરવામાં આવી રહ્યો છે કે NEET પેપર લીક કેસમાં ઝારખંડના દેવઘરથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ કોંગ્રેસ પાર્ટી ઓફિસમાં છુપાયા હતા. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલાક લોકોની ધરપકડ કર્યાં બાદ તેમને દોરડાથી બાંધીને લઈ જવામાં આવી રહ્યાં છે. જો કે, અમારા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર શેર થઈ રહ્યો છે.

મુકેશ સિંહ નામના યુઝરે 27 જૂને ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા મુકેશ સિંહે દાવો કર્યો કે, "NEET પેપર લીકના 6 આરોપીઓ ઝારખંડના દેવઘર સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં છુપાયેલા હતા. આ જુઓ અને અન્ય લોકો સાથે શેર કરો જેથી કરીને કોંગ્રેસનો અસલી ચહેરો દેખાઈ શકે.

Trending :

આ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે ANIએ લખ્યું છે કે, NEET UG કેસમાં ધરપકડ કરાયેલા 6 આરોપીઓની મેડિકલ તપાસ બાદ તેમને પટનાની LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. તમને જણાવી દઈએ કે 21 જૂને વીડિયોમાં દેખાતા આરોપીઓની કોંગ્રેસ કાર્યાલયમાંથી નહીં પણ દેવઘરથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ પંકુ કુમાર, પરમજીત સિંહ ઉર્ફે બિટ્ટુ, ચિન્ટુ ઉર્ફે બલદેવ કુમાર, કાજુ ઉર્ફે પ્રશાંત કુમાર, અજીત કુમાર અને રાજીવ કુમાર ઉર્ફે કારુ છે.આમ સોશિયલ મીડિયા પર કરવામાં આવતો દાવો ખોટો છે. વીડિયોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526