દેવઘરઃ ઝારખંડના દેવઘરમાં મંગળવારે વહેલી સવારે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં 18 કાવડિયાના મોત થયા છે. કાવડિયાઓને લઈ જતું વાહન અન્ય એક વાહન સાથે અથડાયું હતું, જેના કારણે કાવડિયાના મોત થયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટના મંગળવારે સવારે 4.30 વાગ્યે બની હતી, જ્યારે કાવડિયાઓને લઈ જતી બસ મોહનપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા જામુનિયા ફોરેસ્ટ વિસ્તારમાં ગેસ સિલિન્ડર લઈ જતા વાહન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઘણા ઘાયલોની ગંભીર હાલત જોતા મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દુમકા ઝોનના ઇન્સ્પેક્ટર જનરલ શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે, અકસ્માતમાં પાંચ કાવડિયાના મોત થયા છે અને ઘણા ઘાયલ છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે કારણ કે અકસ્માતમાં ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે. જિલ્લા પ્રશાસને નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોને એલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રાફિક પોલીસ એસપી લક્ષ્મણ પ્રસાદે દાવો કર્યો છે કે મૃત્યુઆંક પાંચ કરતા પણ વધારે છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તો અકસ્માતમાં 18 કાવડિયાના મોતનો દાવો કર્યો છે.
સાંસદ નિશિકાંત દુબે બોલ્યાં 18 કાવડિયાના મોત થયા
ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પણ આ અકસ્માત પર ટ્વીટ કર્યું છે. નિશિકાંત દુબેએ અકસ્માતમાં 18 કાવડિયાના મોતનો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું કે, મારા લોકસભાના દેવઘરમાં શ્રાવણ માસમાં કાવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રકના અકસ્માતને કારણે 18 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. બાબા બૈદ્યનાથજી તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ઝારખંડના પ્રસિદ્ધ બાબા બૈદ્યનાથ મંદિરમાં હાલમાં શ્રાવણી મેળાને કારણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે. આ મંદિરમાં સાવન મહિનામાં ઝારખંડની સાથે બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
मेरे लोकसभा के देवघर में श्रावण मास में कांवर यात्रा के दौरान बस और ट्रक के दुर्घटनाग्रस्त होने के कारण 18 श्रद्धालुओं की मौत हो गई है । बाबा बैद्यनाथ जी उनके परिजनों को दुख सहने की शक्ति प्रदान करें
— Dr Nishikant Dubey (@nishikant_dubey) July 29, 2025
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/