+

ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનો સીએમ ભૂપેન્દ્ર પટેલ પર વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે, હવે રાજ્યપાલ સામે કરવી પડી રહી છે રજૂઆત

ભાજપના ધારાસભ્યોની કફોડી દશા, મત વિસ્તારના પ્રશ્નોને વાચા જ નથી મળતી વધુ એક ધારાસભ્યને કડવો અનુભવ થયો ભૂપેન્દ્ર પટેલ સરકારની વિશ્વાસનીયતા ઘટની રહી છે Gujarat Politics: રાજ્યમાં ધારાસભ્યોનું ક

ભાજપના ધારાસભ્યોની કફોડી દશા, મત વિસ્તારના પ્રશ્નોને વાચા જ નથી મળતી

વધુ એક ધારાસભ્યને કડવો અનુભવ થયો

ભૂપેન્દ્ર પટેલ સરકારની વિશ્વાસનીયતા ઘટની રહી છે

Gujarat Politics: રાજ્યમાં ધારાસભ્યોનું કોઈ સાંભળતું ન હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કચ્છમાં લખપત વિસ્તારમાં છેર નાની ગામે આવેલાં જીએમડીસી સંચાલિત એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં આશરે 350 કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાયા છે. મોટાભાગના કર્મચારીઓ લાંબા સમયથી નોકરી કરતાં હતાં તેમ છતાં તેમને જાણ કર્યાં વિના છૂટા કરી દેવાયા છે. સરહદી વિસ્તાર હોવાથી સ્થાનિકો માટે નોકરી એક માત્ર રોજગારી છે. નોકરી છિનવાઇ જતાં 350 કર્મચારીઓ છેલ્લાં 20 દિવસથી ધરણાં કરીને વિરોધ કરી રહ્યાં છે. આમ છતાં હજુ સુધી કોઇ ઉકેલ આવી શક્યો નથી. 

હવે આ મામલે અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીથી માંડીને મંત્રીને આ મામલે રજૂઆત કરી હતી. તેમ છતાં પ્રશ્ન હલ થઇ શક્યો નહીં. આ કારણોસર ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળવા પહોંચ્યાં હતાં. ધારાસભ્યએ એવું કહ્યું કે,'આપ તો, મુખ્યમંત્રી સે ઉપર હો. આપ કહોગે તો હમારા કામ હો જાયેગાં.' આ સાંભળીને એક તબક્કે રાજ્યપાલને પણ નવાઇ થઇ હશે, આ પરથી એક પ્રસ્થાપિત થાય છે કે, ભાજપના ધારાસભ્યનું કોઇ સાંભળનાર નથી. આ જોતાં ધારાસભ્ય પણ હવે રાજ્યપાલને ફરિયાદ કરવા માંડ્યા છે.

આ પહેલા સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી પણ વિવિધ પ્રશ્નોને લઈ સરકાર સામે મોરચો માંડી ચુક્યા છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter