(પ્રતિકાત્મક ફોટો)
મૃતક મૂળ અમરેલી જિલ્લાનો વતની
ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ
Latest Surat News: ડાયમંડ નગરી તરીકે ઓળખ ધરાવતાં સુરતમાં રહસ્યમય મોતનો સિલસિલો અટકી કહ્યો નથી, થોડા દિવસો પહેલા ત્રણ લોકોના આવી જ રીતે મોત થયા હતા. ત્યાં વધુ એક યુવક મોતને ભેટતાં ફફડાટ ફેલાયો છે. શહેરના સરથાણામાં રહેતા એક સેલ્સમેનનું ન્હાવા વખતે બેભાન થઈ જતાં મોત થયું હતું.
અમરેલીના બગસરાના અને હાલ સરથાણાના વ્રજ ચોકમાં રહેતા સાગર મધુકર શેખ (ઉ.વ.32) ખાનગી દવાની કંપનીમાં સેલ્સેમન તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.તેઓ સાંજના સમયે બાથરૂમમાં સ્નાન કરવા ગયા હતા. આ સમયે તેઓ અચાનક બેભાન થઈ ઢળી પડ્યાં હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમને પૂરતી સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/