(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
Latest Ahmedabad News: 3 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન પણ રાજ્યમાં વરસાદ પડી શકે છે, જેના કારણે ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે. ઓક્ટોબર મહિનામાં ગરમી સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
3 ઓક્ટોબર અને ગુરુવારે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 4 ઓક્ટોબર અને શુક્રવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 5 ઓક્ટોબર અને શનિવારના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે 1 થી 3 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદની પડી શકે છે. 7 થી 14 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/