સુરેન્દ્રનગરઃ જિલ્લામાંથી એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક માતા-પિતાએ પોતાની દીકરી અને પરિવારની ઈજ્જત બચાવવા માટે પોતાની ત્રણ દિવસની બાળકીને જીવતી દફનાવી દીધી હતી. મામલો પ્રકાશમાં આવ્યા પછી પોલીસે બાળકીના મામા-દાદી સહિત 3 લોકોની અટકાયત કરી છે.
મામલો ખંખરાના હરીપર ગામનો છે. અહીં ઢોર ચરતા બે ભરવાડોને એક નાની બાળકી જમીનમાં દાફનાવેલી મળી હતી, જેનો ચહેરો જમીનની બહાર હતો. શરીરના બીજા બધા અંગો જમીનની નીચે હતા. આ જોયા પછી તેમને સ્થાનિક લોકોને જાણ કરી હતી. ત્યારબાદ બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
ઈજ્જત બચાવવા માટે બાળકીને જમીનમાં દાટી દીધી હતી
પોલીસે બાળકીને બચાવનારા લોકોની પૂછપરછ કરી અને નજીકના ગામમાં પણ તપાસ શરૂ કરી હતી. પોલીસને કેટલાક ગ્રામજનો પાસેથી માહિતી મળી હતી, જેના પછી પોલીસે તે ઘરોની શોધખોળ કરી જ્યાં મહિલાએ છેલ્લા કેટલાક દિવસોમાં બાળકને જન્મ આપ્યો હતો. આ દરમિયાન પોલીસને ખબર પડી કે માતા-પિતાએ પોતાની પુત્રીના અપરિણીત પ્રેમસંબંધથી જન્મેલા બાળકને છોડાવવા અને પરિવારની ઈજ્જત બચાવવા બાળકીને જમીનમાં દાટી દીધી હતી.
મામા-દાદી સહિત 3 લોકોની અટકાયત
તેમજ બાળકીનું મોં શ્વાસ લેવા માટે બહાર રાખવામાં આવ્યું હતું. તેઓએ તેને મારવાની કોશિશ કરી નહિ પણ તેને મરવા માટે છોડી દીધી. જેના કારણે પોલીસે માતા-પિતા અને તેમને મદદ કરનાર વ્યક્તિ સહિત ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા હતા. બાળકીની માતાની તબિયત ખરાબ હોવાને કારણે તેને કસ્ટડીમાં લેવામાં આવી નથી. બાદમાં પોલીસ તેને પણ કસ્ટડીમાં લેશે, કારણ કે તેને પણ આ વાતની જાણ હતી.
બાળકી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ
પોલીસે જણાવ્યું કે સમાજમાં પરિવાર અને દીકરીનું માન ગુમાવવાને કારણે આ પગલું ભર્યું છે. દીકરીના પ્રેમસંબંધને કારણે લગ્ન પહેલા જ દિકરીનો જન્મ થયો હતો, જેના કારણે તેમણે સમાજમાં માન ગુમાવ્યું હતું. જેથી તેમને બાળકી જમીનમાં દટાઈ ગઈ હતી. બાળકી હવે સુરક્ષિત અને સ્વસ્થ છે. બાળકી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/