જેરુસલેમઃ હવાઈ હુમલા બાદ ઈઝરાયેલે હવે હિઝબુલ્લાહ વિરુદ્ધ નવું ઓપરેશન શરૂ કર દીધું છે. ઇઝરાયેલી સેનાએ જાહેરાત કરી છે કે તે મર્યાદિત કાર્યવાહી કરી રહી છે અને માત્ર હિઝબુલ્લાહના ઠેકાણાઓને નષ્ટ કરી રહી છે. સેનાના આ ઓપરેશનને ઈઝરાયેલ સરકાર તરફથી રાજકીય મંજૂરી મળી ગઈ છે.
શું કહ્યું ઈઝરાયેલની સેનાએ ?
ઇઝરાયેલની સેનાએ કહ્યું છે કે ગુપ્ત માહિતીને આધારે તેઓ દક્ષિણ લેબેનોનની અંદર હિઝબુલ્લાહના ટાર્ગેટ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યાં છે. આ લક્ષ્ય સરહદની નજીક આવેલા ગામો નજીક છે અને ઇઝરાયેલ માટે ખતરો છે. જ્યારે ઇઝરાયેલી ટેન્કો અને સૈનિકો ગ્રાઉન્ડ ઓપરેશનમાં સામેલ છે, ત્યારે એરફોર્સની સાથે તેમને કવર આપવા માટે ગ્રાઉન્ડ સપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે.
સૈનિકો જે વિસ્તારમાં ઘૂસી રહ્યાં છે ત્યાં પહેલા હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે. લેબનોન મીડિયા અનુસાર ઇઝરાયેલની સેના લેબનોનમાં પ્રવેશી છે. મોટી સંખ્યામાં ઇઝરાયેલ સૈનિકો અને ટેન્ક લેબનોન તરફ કૂચ કરી રહ્યાં છે.
અમેરિકાએ શું કહ્યું ?
અમેરિકાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ઈઝરાયલને પોતાની રક્ષાને સુનિશ્ચિત કરવા માટે કોઈ પણ પગલું ભરવાનો અધિકાર છે. ઇઝરાયેલે કહ્યું કે તેનું ઓપરેશન લક્ષ્ય લેબનોનના એવા વિસ્તારોને મુક્ત કરવાનું છે જે હિઝબુલ્લાહના નિયંત્રણ હેઠળ છે.
મોત આકાશમાં મંડરાઈ રહ્યું છે
એક તરફ લેબનોનમાં ઈઝરાયલના ફાઈટર જેટનો અવાજ સંભળાઈ રહ્યો છે, બીજી તરફ જમીની સ્તરે હુમલાઓ ચાલુ છે. જમીન પર સેનાને ટેકો આપવા માટે ઇઝરાયેલની આર્ટિલરી અને એરફોર્સ આકાશમાં મંડરાઈ રહ્યાં છે. અમેરિકાએ એ પણ પુષ્ટિ કરી છે કે ઇઝરાયેલી સેના લેબનોનની અંદરના વિસ્તારો પર સર્જીકલ સ્ટ્રાઇક કરી રહી છે જે હિઝબુલ્લાહના ઠેકાણા છે, જ્યાં હિઝબુલ્લાએ હથિયારો છુપાવ્યાં છે.
ઇઝરાયેલે લેબનોન સાથેની ઉત્તરીય સરહદ પર તેની ટેન્ક અને સશસ્ત્ર વાહનો તૈનાત કર્યા છે. ઈઝરાયલ આર્મીના રિઝર્વ સૈનિકોની રજા રદ કરી દેવામાં આવી છે અને તેમને પાછા બોલાવવામાં આવ્યાં છે. ઇઝરાયલના સંરક્ષણમંત્રી યોવ ગાલાંટ લેબનોન સરહદની મુલાકાતે ગયા છે અને ત્યાં તૈનાત ઇઝરાયેલી સૈનિકોને મળીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/