ગીર સોમનાથઃ જિલ્લામાં જપ્ત કરાયેલી રૂ.26 લાખની દારૂની બોટલોનો નાશ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જપ્ત કરાયેલી દારૂની બોટલોનો નાશ કરતા પહેલા ગીર ગઢડા પોલીસ સ્ટેશનના ASIએ પોતાની કારમાં દારૂની બોટલોની બે થેલીઓ મુકી દીધી હતી.તપાસ કરતા ASI મનુ વાઝાની કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.
ગુજરાતમાં દારૂનું સેવન કે વેચાણ ગુનો છે. આવા સંજોગોમાં પોલીસના હાથે જુદા જુદા જિલ્લાઓમાં દારૂની હેરાફેરી કરનારાઓ દારૂના જથ્થા સાથે ઝડપાઇ છે. જેમાં પોલીસ અધિકારીઓની હાજરીમાં જપ્ત કરાયેલી દારૂની બોટલોનો નાશ કરવામાં આવે છે. આવી કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લામાં થઈ રહી છે. ત્યારે આ દારૂની પોલીસકર્મીએ જ ચોરી કરી હતી.
ગીર ગઢડા પોલીસે 700 થી વધુ દારૂની બોટલો કબ્જે કરી ટ્રેક્ટરમાં રાખી ઉના લઇ જઇને તેનો નાશ કર્યો હતો. તેમની કિંમત 26 લાખ રૂપિયા જેટલી હતી.પરંતુ આ પહેલા એએસઆઈ મનુ બાજાએ ગીર ગઢડા પાસેથી ઉના ટ્રેકટરમાં લઈ જવાતી દારૂની બોટલો કાઢીને પોતાની કારમાં સંતાડી દીધી હતી.
સ્થાનિક દ્વારા ડીએસપીને આ માહિતી આપવામાં આવી હતી. જ્યારે મનુ બાજાને આ વાતની જાણ થઈ તો તેણે ત્યાંથી કાર લઈને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ પોલીસે તેને અટકાવીને તપાસ કરતાં કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. ત્યાર પછી આ મામલે ફરિયાદ નોંધાયા બાદ એએસઆઈ મનુ વાઝાની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/