+

GST દર ઘટતાં AC અને TV પર કેટલી થશે બચત, જાણો વધુ વિગતો

નવી દિલ્હીઃ સરકારે GST સ્લેબમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે, જેનાથી ઘણી વસ્તુઓની કિંમતો ઓછી થશે. GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યાં અને ટેક્સનો દર ઘટ

નવી દિલ્હીઃ સરકારે GST સ્લેબમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે, જેનાથી ઘણી વસ્તુઓની કિંમતો ઓછી થશે. GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યાં અને ટેક્સનો દર ઘટાડવામાં આવ્યો હતો. નવા દરો 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે. દિવાળી, નવરાત્રિ અને તહેવારોની સિઝન પહેલાં કેન્દ્ર સરકાર તરફથી આ એક મોટી ભેટ છે. જો તમે આવનારા દિવસોમાં કોઈ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા હો, તો નવા GST દરો લાગુ થયા બાદ તમને મોટી બચત થશે.

GST કાઉન્સિલની 56મી બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ, સ્માર્ટ ટીવી, એર કંડિશનર (AC) અને ઈલેક્ટ્રોનિક ડિશવોશર પર લાગતો ટેક્સ સ્લેબ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે.

TV - AC પર કેટલી બચત થશે ? ઉદાહરણથી સમજીએ

જો ટીવીની મૂળ કિંમત રૂ. 10,000 છે, તો...

જૂની કિંમત (28% GST સાથે): 10,000 x 1.28 = રૂ. 12,800

નવી કિંમત (18% GST સાથે): 10,000 x 1.18 = રૂ. 11,800

કુલ બચત: રૂ. 1,000

AC પર કેટલી બચત થશે ?

એર કંડિશનર પર 28% ના બદલે 18% GST લાગુ થવાથી હજારો રૂપિયાની બચત થશે.

જો AC ની મૂળ કિંમત રૂ. 30,000 છે, તો...

જૂની કિંમત (28% GST સાથે): 30,000 x 1.28 = રૂ. 38,400

નવી કિંમત (18% GST સાથે): 30,000 x 1.18 = રૂ. 35,400

કુલ બચત: રૂ. 3,000

આ નવા દરો લાગુ થવાથી ગ્રાહકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter