આ કૌભાંડમાં બે આરોપીઓની કરાઇ છે ધરપકડ
અન્ય મોટા માથાઓનાં નામો ખુલી શકે છે અને કૌભાંડનો આંકડો પણ વધી શકે છે
સુરતઃ જીએસટી વિભાગના એક પછી એક કૌભાંડોમાં આરોપીઓ સામે મોટી કાર્યવાહી થઇ રહી છે. હવે 1814 કરોડ રૂપિયાના મસમોટા બોગસ બિલિંગ કૌભાંડમાં સુરત ઇકો સેલની ટીમે આરોપી મોહંમદ સુલતાન મોહમંદ યુસુફ કાપડિયાની ધરપકડ કરી છે.
આરોપીએ 145 બોગસ પેઢીઓ બનાવીને સિમેન્ટ, કેમિકલ્સ, સ્ક્રેપ સહિતના 1814 કરોડ રૂપિયાના બિલો બનાવ્યાં હતા, સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં GST ચોરીની ફરિયાદ કરાઇ હતી. જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચે સુરત ઇકો સેલ પોલીસને સોંપી હતી. આરોપીએ ખોટા બિલો બનાવીવે ખોટી રીતે કરોડો રૂપિયાની આઇટીસી લઇ લીધી હતી અને સરકારને મોટું નુકસાન કરાવ્યું હતુ.
પોલીસે આરોપી મોહંમદ સુલતાન યુસુફ કાપડીયાની મુંબઈના મીરા રોડ પરથી કરી ધરપકડ
અગાઉ પોલીસે મોહંમદ રઝા ગભરાણીની ધરપકડ કરી હતી અને મોહમંદ સુલતાન મોહમંદ યુસુફનું નામ આપ્યું હતુ, જેથી પોલીસ તેને પણ શોધી રહી હતી,આ કૌભાંડમાં અનેક મોટા માથા સંડોવાયેલા હોવાની શક્યતા છે. પોલીસ આ કેસમાં ઇમરાન નામના આરોપીની પણ શોધખોળ કરી રહી છે. સાથે જ આ કૌભાંડનો આંકડો પણ મોટો જઇ શકે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/