ગાઝા પટ્ટીમાં બેઘર અને ભૂખ્યા પેલેસ્ટિનિયનો પર ઇઝરાયેલી હુમલાઓ ચાલુ છે. શનિવારે, તંબુઓમાં રહેતા લોકો અને ખોરાક લેવા ગયેલા લોકો પર હવાઈ હુમલા થયા હતા અને ગોળીબારમાં 33 લોકો માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૌથી મોટા શહેર ગાઝા સિટી અને તેની આસપાસના વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા બાદ ઇઝરાયેલી સેનાએ આ કાર્યવાહી કરી છે.
ગાઝા પરના કડક કાર્યવાહી બદલ ઇઝરાયેલ પર પ્રતિબંધો લાદવામાં સરકાર નિષ્ફળ ગયા બાદ નેધરલેન્ડ્સના વિદેશ પ્રધાન કેસ્પર વેલ્ડકેમ્પે રાજીનામું આપી દીધું છે, દુનિયાના અનેક દેશોમાં ઇઝરાયેલનો વિરોધ થઇ રહ્યો છે.
શનિવારે વહેલી સવારે ખાન યુનિસ શહેરની બહાર વિસ્થાપિત લોકો માટેના આશ્રયસ્થાન પર થયેલા હવાઈ હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા છે, માર્યા ગયેલા લોકોમાં મહિલાઓ અને બાળકો હતા
માર્યા ગયેલા બે બાળકોના પરિવારજનોએ જણાવ્યું કે ગાઝામાં કોઈ પણ જગ્યા અને કોઈ પણ વ્યક્તિ સુરક્ષિત નથી. દરેક જગ્યાએ બોમ્બમારો થઈ રહ્યો છે. જ્યારે ઉત્તરી ગાઝામાં ઝિકિમ ક્રોસિંગ પાસે ખોરાક લેવા ગયેલા લોકો પર ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા છે. અન્ય ઇઝરાયલી હુમલાઓમાં 11 લોકો માર્યા ગયા હતા.
ઇઝરાયેલી સેનાએ એક નિવેદન બહાર પાડ્યું
ઇઝરાયેલી સેનાએ કહ્યું કે સૈનિકો પર ખતરો હતો ત્યારે હવાઈ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીઓ કોઈને નિશાન બનાવીને ચલાવવામાં આવી ન હતી. થોડા વર્ષો પહેલા ઇઝરાયેલને માન્યતા આપનાર આરબ દેશ, સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ગાઝાની સ્થિતિ અને પશ્ચિમ કાંઠાને વિભાજીત કરવાની ઇઝરાયલી યોજનાની સખત નિંદા કરી છે.
ઇઝરાયેલ પર હુથી ડ્રોન હુમલો, ઘણા ઘાયલ
શનિવારે વહેલી સવારે ઇઝરાયેલી શહેર તેલ અવીવમાં થયેલા યમનના ડ્રોન હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને હજારો લોકોને કેટલાક કલાકો સુધી ભૂગર્ભ સલામત ઘરોમાં રહેવાની ફરજ પડી હતી. આ હુમલાને કારણે શહેરના બેન ગુરિયન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર કલાકો સુધી ફ્લાઇટ કામગીરી ખોરવાઈ ગઈ હતી.
શનિવારે મોડી રાત્રે એરપોર્ટ પર ટ્રાફિક સામાન્ય થઈ ગયો હતો, ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો હતો કે યમનના હવાઈ હુમલાઓને રોકવાના અનેક પ્રયાસો બાદ તેમણે ડ્રોનને તોડી પાડ્યાં હતા, જેને કારણે થોડી અંધાધૂંધી ફેલાઈ હતી. યમનના હુતી સંગઠને આ હુમલો બે હજાર કિલોમીટરના અંતરેથી કર્યો હતો.
એમિન એર્દોગને મેલાનિયાને ગાઝા માટે અવાજ ઉઠાવવા કહ્યું
તુર્કીના પ્રથમ મહિલા એમીન એર્દોગને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયાને પત્ર લખીને ગાઝાના બાળકો અને મહિલાઓ માટે અવાજ ઉઠાવવા વિનંતી કરી છે. મેલાનિયાએ તાજેતરમાં તેમના પતિ ટ્રમ્પ દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એક પત્ર લખ્યો હતો, જેમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા વિનંતી કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/