+

Fact check: શું 500 રૂપિયાની નોટ બંધ થવા જઈ રહી છે, RBI એ બેંકોને સૂચના આપી હોવાની વાત ખોટી છે

Fact check: ભારત સરકારે 8 નવેમ્બર, 2016 ના રોજ નોટબંધીની જાહેરાત કરીને 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યા પછી સરકારે 500 અને

Fact check: ભારત સરકારે 8 નવેમ્બર, 2016 ના રોજ નોટબંધીની જાહેરાત કરીને 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યા પછી સરકારે 500 અને 2000 રૂપિયાની નવી નોટો જારી કરી હતી. બાદમાં સરકારે 2000 રૂપિયાની નોટોને પણ બંધ કરવાની જાહેરાત કરી હતી. હવે, ભારતના ચલણમાં ફક્ત 500 રૂપિયાની નોટો છે. આ દરમિયાન, લોકોમાં એવી ચર્ચા છે કે સરકાર હવે 500 રૂપિયાની નોટ પર પણ પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે RBI 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં 500 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરી દેશે.

આ મેસેજ વોટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર એક મેસેજ વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે RBI એ 30 સપ્ટેમ્બર, 2025 સુધી તમામ બેંકોને ATM દ્વારા 500 રૂપિયાની નોટ આપવાની મનાઈ ફરમાવી છે. આરબીઆઈનો ઉદ્દેશ શરૂઆતમાં 75 ટકા એટીએમમાંથી 500 રૂપિયાની નોટો વિતરણ બંધ કરવાનો છે અને પછી 31 માર્ચ, 2026 સુધીમાં 90 ટકા એટીએમમાંથી 500 રૂપિયાની નોટો વિતરણ બંધ કરવાનો છે. સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે પછીથી, એટીએમમાંથી ફક્ત 200 અને 100 રૂપિયાની નોટો જ વિતરણ કરવામાં આવશે.

શું RBI એ ખરેખર બેંકોને સૂચનાઓ આપી છે ?

WhatsApp પર મોટા પાયે ફોરવર્ડ થઈ રહેલા આ સંદેશે સામાન્ય લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. જો કે, PIB ફેક્ટ ચેકે પોતે આ વાયરલ સંદેશની નોંધ લીધી છે અને સંપૂર્ણ સત્ય જણાવ્યું છે. PIB ફેક્ટ ચેકે જણાવ્યું હતું કે વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા મેસેજમાં કરવામાં આવેલ દાવો સંપૂર્ણપણે ખોટો છે. PIB ફેક્ટ ચેક અનુસાર, RBI એ બેંકોને આવી કોઈ સૂચના આપી નથી અને 500 રૂપિયાની નોટો કાયદેસર રહેશે. PIB ફેક્ટ ચેકે લોકોને અપીલ કરી છે કે તેઓ આવા ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરે અને આવા સંદેશાઓ પર વિશ્વાસ કરતા પહેલા કે ફોરવર્ડ કરતા પહેલા સત્તાવાર સ્ત્રોત પાસેથી સત્ય જાણી લે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter