+

સ્પીડમાં આવેલી ઓડી કારે ફૂટપાથ પર સૂતા 5 લોકોને કચડી નાખ્યાં, દિલ્હીના વસંત વિહારમાં બની ઘટના

નવી દિલ્હીઃ વસંત વિહાર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો છે, ફૂલ સ્પીડમાં આવેલી ઓડી કારે ફૂટપાથ પર સૂતેલા પાંચ લોકોને કચડી નાખ્યાં. આ ઘટના રાતે લગભગ 1:45 વાગ્યે બની હતી. અકસ્માત

નવી દિલ્હીઃ વસંત વિહાર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો છે, ફૂલ સ્પીડમાં આવેલી ઓડી કારે ફૂટપાથ પર સૂતેલા પાંચ લોકોને કચડી નાખ્યાં. આ ઘટના રાતે લગભગ 1:45 વાગ્યે બની હતી. અકસ્માતમાં બધા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

આ ઘટના વસંત વિહારના શિવ કેમ્પની સામે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો રસ્તાની બાજુમાં પોતાના પરિવાર સાથે ફૂટપાથ પર સૂઈ રહ્યાં હતા, ત્યારે એક સફેદ ઓડી કાર ઝડપથી આવી અને સૂતા લોકોને કચડી નાખ્યાં. અકસ્માત બાદ ઘટના સ્થળે અફડાતફડી મચી ગઈ હતી.

ભોગ બનનારા મજૂરો રાજસ્થાનના 

ઘાયલ લોકોની ઓળખ 40 વર્ષીય લાધી, તેમની 8 વર્ષની પુત્રી વિમલા, પતિ સબમી ઉર્ફે ચિરમા (45), 45 વર્ષીય રામ ચંદર અને તેમની પત્ની, 35 વર્ષીય નારાયણી તરીકે થઈ છે. તે બધા રાજસ્થાનના રહેવાસી છે અને હાલમાં દિલ્હીમાં દૈનિક વેતન મજૂર તરીકે કામ કરતા હતા.

અકસ્માત પછી તરત જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે જણાવવામાં આવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે. બધા ઘાયલોની સારવાર ચાલી રહી છે.

ઓડી ડ્રાઈવર દિલ્હીના દ્વારકાનો રહેવાસી 

પોલીસે ઘટના સ્થળેથી આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી. તેની ઓળખ દ્વારકાના રહેવાસી 40 વર્ષીય ઉત્સવ શેખર તરીકે થઈ છે. અકસ્માત સમયે તે નશામાં હતો. મેડિકલ રિપોર્ટમાં પણ પુષ્ટિ મળી છે કે તે દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો. 

આરોપીને ઘટના સ્થળેથી ભાગવાનો મોકો મળ્યો નહીં અને સ્થાનિક લોકોની મદદથી તેને ત્યાં જ પકડી લેવામાં આવ્યો હતો. તેની સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા, નશામાં વાહન ચલાવવા અને જીવલેણ ઈજા પહોંચાડવા જેવી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે અને એ પણ શોધી રહી છે કે અકસ્માત સમયે કારમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર હતી કે નહીં, અને અન્ય કોઈ બેદરકારીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter