+

ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ ફરી તબાહી મચાવી, મહિલાઓ સહિત 66 લોકોની હત્યા

કિન્શાસા: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકવાદીઓએ 66 લોકોની હત્યા કરી નાખી છે. શનિવારે આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા એલાઇડ ડેમો

કિન્શાસા: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકવાદીઓએ 66 લોકોની હત્યા કરી નાખી છે. શનિવારે આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા એલાઇડ ડેમોક્રેટિક ફોર્સિસે આ હુમલો કર્યો હતો. આ હુમલો યુગાન્ડાની સરહદને અડીને આવેલા ઇરુમુ વિસ્તારમાં થયો હતો. હુમલાખોરોએ મોટા છરીઓ વડે લોકોની હત્યા કરી હતી. સ્થાનિક નાગરિક સમાજના પ્રમુખ માર્સેલ પાલુકુએ જણાવ્યું કે હુમલાખોરોએ મહિલાઓને પણ બક્ષી નથી, કેટલા લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે, તેની ચોક્કસ માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.

ADF 2019 થી ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલું છે

યુએન મિશનના પ્રવક્તા જીન ટોબી ઓકાલાએ આ હુમલાની નિંદા કરી છે, તેમણે કહ્યું ગુરુવાર અને શુક્રવારે વાલ્સે વોનકુટુ ચીફડોમમાં લગભગ 30 લોકો માર્યા ગયા હતા, પરંતુ હવે નાગરિક સમાજ પાસેથી મળેલી માહિતીના આધારે મૃત્યુઆંક વધીને 66 થઈ ગયો છે. આ હુમલો રવિવારે કોંગો અને યુગાન્ડાની સેના દ્વારા શરૂ કરાયેલા બોમ્બમારાનો જવાબ હોઈ શકે છે. ADF એ યુગાન્ડાનું ઇસ્લામિક જૂથ છે, જે 2019 થી ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલું છે અને બંને દેશોની સરહદ પર સક્રિય છે. આ જૂથના આતંકવાદીઓ સતત હિંસામાં સામેલ રહ્યાં છે અને ઘણા લોકોની હત્યા કરી છે.

કોંગોની વસ્તીમાં 10 ટકા મુસ્લિમ લોકો છે

પૂર્વીય કોંગો પહેલાથી જ વાન્ડા સમર્થિત બીજા બળવાખોર જૂથ, M23 સાથે યુદ્ધમાં છે. તે યુદ્ધનો અંત આવવાની અપેક્ષા છે, પરંતુ ADF હુમલાઓએ આ પ્રદેશમાં તણાવ વધાર્યો છે. તાજેતરના વર્ષોમાં ADF એ યુગાન્ડાની સરહદ નજીક અને ગોમા અને ઇટુરી પ્રાંતો તરફ તેના હુમલાઓ વધારી દીધા છે. માનવ અધિકાર જૂથો અને સંયુક્ત રાષ્ટ્રો અનુસાર આ જૂથે ઘણા લોકોની હત્યા કરી છે અને ઘણા લોકોનું અપહરણ કર્યું છે, ખાસ કરીને બાળકોનું. ગયા ડિસેમ્બરમાં ADF એ ઉત્તર કિવુના એક ગામમાં 10 લોકોની હત્યા કરી હતી અને ઘણા લોકોનું અપહરણ કર્યું હતું. કોંગોની લગભગ 10 ટકા વસ્તી મુસ્લિમ છે, જેમાંથી મોટાભાગની પૂર્વ ભાગમાં રહે છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter