11 માસ કરાર આધારીત કર્મચારી એસીબીની ઝપેટમાં આવી ગયા
મહિસાગરઃ મહેશ પરાગભાઇ વણકર ઉ.વ.42, નોકરી- ગ્રામ રોજગાર સેવક, થાણા સાવલી ગ્રામ પંચાયતને રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા છે.
ટ્રેપનું સ્થળ: કોઠંબા બસ સ્ટેશન સામે, મુન્નાભાઇ કાછીયાની હોટલ આગળના બજારમા જાહેર રોડ ઉપર
ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મંજુર થતા તા.10-04-2024 ના રોજ રૂ. 30 હજારનો પ્રથમ હપ્તો બરોડા બેંક ખાતામા જમા થયેલ અને બીજો હપ્તો રૂ.80 હજાર તારીખ 21-06-25 ના રોજ જમા થયો હતો, જેમાં 10 હજાર રૂપિયાની લાંચની માંગણી કરાઇ હતી.
જેમાં ફરીયાદીએ તેમના મોબાઇલ ફોનમા રેકોર્ડીગ કરેલું અને થોડું ઓછુ કરી આપવા કહ્યું હતુ. હપ્તો ઓછો આવશે તેમ કહીને પૈસા માટે દમ મારવામાં આવ્યો હતો.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને આધારે લાંચના છટકાનું આયોજન કરાતા આરોપી લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.
ટ્રેપિગ અધિકારી: એમ.એમ.તેજોત,પો.ઈન્સ.
મહીસાગર એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી: બી.એમ.પટેલ
મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલ, ગોધરા એકમ
