+

1 લાખની લાંચમાં પોલીસ કોન્સ્ટેબલ એ.સી.બીના સંકજામાં, આ કામ માટે કરી હતી માંગણી

મોરબીઃ આ કામના ફરીયાદી ઉપર ખોટા કેસ નહીં કરવા તેમજ હેરાન નહીં કરવા આરોપી રાયમલભાઇ નાનજીભાઇ સીયાળ, પો.કોન્સ. માળીયા (મી) પોલીસ સ્ટેશને ફરીયાદી પાસે રૂ. 1,00,000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આ લ

મોરબીઃ આ કામના ફરીયાદી ઉપર ખોટા કેસ નહીં કરવા તેમજ હેરાન નહીં કરવા આરોપી રાયમલભાઇ નાનજીભાઇ સીયાળ, પો.કોન્સ. માળીયા (મી) પોલીસ સ્ટેશને ફરીયાદી પાસે રૂ. 1,00,000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ આરોપી  ગુલામરસુલ હૈદરભાઇ જામ (પ્રજાજન) ને આપવા જણાવ્યું હતું.

જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ સુરેન્દ્રનગર એ.સી.બી. નો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી.  ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી ગુલામરસુલ હૈદરભાઇ જામે આરોપી રાયમલભાઇના વતી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને ગેરકાયદેસર લાંચના નાણાં રૂ.1,00,000 હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ ભીમસર ચોકડી નજીક તા. માળીયા .જી.મોરબીમાં સ્વીકારતી પકડાઇ ગયા હતા. 

ટ્રેપીંગ અધિકારી: એમ.એમ.લાલીવાલા,
પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. પો.સ્ટે.સુરેન્દ્રનગર તથા સ્ટાફ

સુપરવિઝન અધિકારી: કે.એચ.ગોહિલ,
ઈ.ચા. મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter