Fact Check News:
મુંબઈઃ સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બોલિવુડના શાહેનશાહ અમિતાભ બચ્ચનની હાલત ખૂબ જ ગંભીર છે. આ દાવો એક વેબસાઈટના સમાચારમાં કરવામાં આવી રહ્યો છે, જેની સાથે અમિતાભ બચ્ચનની બીમાર દેખાતી તસવીર પણ પોસ્ટ કરવામાં આવી છે.
1 જાન્યુઆરી, 2024 ના રોજ 'Big24' ની વેબસાઇટ પર આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ સમાચારની હેડલાઈન છે - "બચ્ચન પરિવાર પ્રયાસ કરવા છતાં પણ આંસુ રોકી શકતો નથી, અમિતાભ બચ્ચનની તબિયત નાજુક થતાં દરેક વ્યક્તિ પરેશાન છે." આ સમાચારની સાથે અમિતાભ બચ્ચનનો એક ફોટો પણ છે. અભિષેક બચ્ચનની એક તસવીર પણ પોસ્ટ કરવામાં આવી છે.
Fact Check News: જો કે અમારા ફેક્ટ ચેકમાં અમિતાભ બચ્ચન તાજેતરમાં બીમાર છે અથવા હોસ્પિટલમાં દાખલ છે તે વિશે ક્યાંય લખ્યું નથી. આ સાથે અમિતાભની ગંભીર હાલતના આ સમાચાર ક્યાંથી મળ્યાં નથી અને કોઇ અન્ય જગ્યાએ પણ તેનો ઉલ્લેખ નથી
તેથી અમિતાભના બીમાર હોવાના સમાચાર માટે ગુગલ અને અન્ય ન્યૂઝ વેબસાઇટ્સ પર સર્ચ કર્યું. તપાસ દરમિયાન, અમને અમિતાભ બચ્ચન બીમાર હોવા અથવા હોસ્પિટલમાં દાખલ હોવા અંગેના કોઈપણ મોટા સમાચાર પોર્ટલ પર કોઈ સમાચાર મળ્યાં નથી. જો ચાર દિવસ પહેલા અમિતાભના બીમાર પડવાના સમાચાર સાચા હોત તો દેશભરની ન્યૂઝ ચેનલો અને તમામ અખબારો અને વેબસાઈટ આ સમાચારથી ભરાઈ ગઈ હોત, પણ ક્યાંય આવા સમાચાર ક્યાંય મળ્યાં નથી.આ સમાચાર ખોટા હોવાનું સાબિત થઇ રહ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો