+

વીડિયો...ભાજપના આ નેતાનો મહિલા સાથેનો વિવાદીત વીડિયો જોરદાર વાઇરલ, મહિલાને કરી રહ્યાં છે અડપલા

રાજસ્થાનઃ ભાજપના વધુ એક નેતા વિવાદમાં આવ્યાં છે, આ વખતે ઉદેપુર દેહાતના લઘુમતી મોરચાના પ્રમુખ નાથેખાનનો એક વીડિયો જોરદાર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ એક રુમમાં મહિલા સાથે દેખાઇ રહ્યાં છે, અર્ધનગ્ન હાલત

રાજસ્થાનઃ ભાજપના વધુ એક નેતા વિવાદમાં આવ્યાં છે, આ વખતે ઉદેપુર દેહાતના લઘુમતી મોરચાના પ્રમુખ નાથેખાનનો એક વીડિયો જોરદાર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ એક રુમમાં મહિલા સાથે દેખાઇ રહ્યાં છે, અર્ધનગ્ન હાલતમાં આ નેતાજી મહિલાને અડપલાં પણ કરી રહ્યાં છે.

9 સપ્ટેમ્બરની રાત્રે કુરાબડ બંબોરા વિસ્તારમાં એક વોટ્સએપ ગ્રુપમાં નાથેખાનના મોબાઈલ નંબર પરથી જ આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ગ્રુપમાંથી વીડિયો અન્ય ગ્રુપોમાં વાઇરલ થયો હતો, જ્યારે નાથેખાનને મીડિયાએ આ વીડિયો માટે પૂછ્યું તો તેમને કહ્યું કે આ વીડિયોમાં મારી પત્ની છે અને મને બદનામ કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. મારા વિરોધીઓનું આ એક ષડયંત્ર છે.

જો કે આ વીડિયોમાં દેખાતી મહિલા તેમની પત્ની નહીં પરંતુ અન્ય કોઇ સ્ત્રી હોવાનું સ્થાનિકોનું કહેવું છે, વીડિયો વાઇરલ થયા પછી ભાજપે તેમને પદ પરથી હટાવી દીધા છે, આ મામલે હવે વિપક્ષે પણ ભાજપ પર પ્રહાર કર્યા છે, કારણ કે પહેલા પણ ભાજપના નેતાઓની આવી કરતૂતો સામે આવી ચૂકી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter