Hindenburg News: અદાણીને લઇને ફરીથી રિસર્ચ ફર્મ હિંડનબર્ગે મોટો ઘટસ્ફોટ કર્યો છે, આ વખતે સ્વિસ બેંક અને અદાણીને લઇને આ મોટો ખુલાસો કરાયો છે. હિંડનબર્ગનો દાવો છે કે સ્વિસ બેંકે અદાણીના 2600 કરોડ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે.
હિંડનબર્ગે જણાવ્યું છે કે અદાણી સામે આ મામલે 2021થી તપાસ થઇ રહી છે. સ્વિસ મીડિયા કંપની ગોથમ સિટીનો હવાલો આપીને હિંડનબર્ગે અદાણી પર આ ગંભીર આરોપ લગાવ્યાં છે.અદાણીનું પ્રતિનિધિત્વ કરતાં એક ફ્રન્ટમેને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, મોરિશિયસ અને બરમૂડામાં શંકાસ્પદ ફંડમાં રોકાણ કર્યું હોવાનો મોટો દાવો કરાયો છે. આવા છ ખાતા સ્વિસ બેંકે ફ્રીઝ કરી દીધા હોવાનું હિંડનબર્ગે કહ્યું છે.
જો કે અદાણી ગ્રુપે આ વાતને રદિયો આપ્યો છે. અગાઉ અદાણી સામે હિંડનબર્ગે ગેરરીતિના અનેક પુરાવા આપ્યાં હતા અને આ મામલે વિપક્ષ કોંગ્રસે સહિતની પાર્ટીઓએ મોદી સરકારને ઘેરી હતી અને ફરીથી હિંડનબર્ગે અદાણી ઉપર આ બોમ્બ ફોડ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/