+

કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ? ફડણવીસે કહી આ વાત, તો ઝારખંડમાં પણ સોરેનની વાપસી

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીતી થઇ છે, ઉદ્ધવ અને શરદ પવારના સૂપડાં સાફ થઇ ગયા છે,ભાજપ અને શિંદે શિવસેના તથા તેના સહયોગીઓ 288 માંથી 223 બેઠકો જીત્યાં છે, જ્યારે સામે વિરોધીઓને

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીતી થઇ છે, ઉદ્ધવ અને શરદ પવારના સૂપડાં સાફ થઇ ગયા છે,ભાજપ અને શિંદે શિવસેના તથા તેના સહયોગીઓ 288 માંથી 223 બેઠકો જીત્યાં છે, જ્યારે સામે વિરોધીઓને માત્ર 55 બેઠકો મળી છે.

આ બધાની વચ્ચે હવે ઇવીએમ પર સવાલ ઉભા થઇ રહ્યાં છે, શિવસેના નેતા સંજય રાઉતે સવાલ ઉઠાવ્યાં છે અને કહ્યું છે કે આ ચૂંટણીમાં કંઇ ગડબડ થઇ છે. અન્ય નેતાઓ પણ હારને લઇને ઇવીએમ પર સવાલ ઉઠાવી રહ્યાં છે.

હવે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ હશે તેના પર ટૂંક સમયમાં જ નિર્ણય કરાશે, ધારાસભ્ય દળની બેઠકમાં આ નામ નક્કિ કરાશે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અથવા અન્ય કોઇ સીએમ બની શકે છે. ફડણવીસે આ ભવ્ય જીત પર કહ્યું કે હું આધુનિક અભિમન્યું છું અને ચક્રવ્યૂહને ભેદી નાખ્યું છે. ભાજપની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓને અભિનંદન પાઠવ્યાં છે.

ઝારખંડમાં ભાજપની ચાલ કામ ન આવી

મુખ્યમંત્રી હેમંત સોરેન બીજી વખત ઝારખંડ પરત ફરી રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળનું ગઠબંધન વિધાનસભાની 81માંથી 57 બેઠકો પર જીતી ગયું છે. તો હેમંત સોરેને આ જીતનો શ્રેય તેમના પત્ની કલ્પના સોરેન અને તેની ટીમને આપ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

facebook twitter