+

પીએમ મોદીએ ઓનલાઇન ઝારખંડથી 6 વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી, વરસાદના કારણે જમશેદપુરનો રોડ શો કર્યો રદ્દ

(ફોટોઃ સૌ એએનઆઇ) Vande Bharat Train: ઝારખંડના જમશેદપુરમાં આજે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. જમશેદપુરમાં વરસાદને કારણે ઘણા કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યાં છે. સ્થિતિ એવી છે કે ભારે વરસાદના કારણે જ

(ફોટોઃ સૌ એએનઆઇ)

Vande Bharat Train: ઝારખંડના જમશેદપુરમાં આજે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. જમશેદપુરમાં વરસાદને કારણે ઘણા કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યાં છે. સ્થિતિ એવી છે કે ભારે વરસાદના કારણે જમશેદપુરના ટાટાનગર રેલવે સ્ટેશન પર પીએમ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે મોદી ટાટાનગર રેલ્વે સ્ટેશન પહોંચ્યાં ન હતા. મોદીએ રાંચીથી જ ઓનલાઈન 6 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી.

પીએમ નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટાટાનગર રેલવે સ્ટેશન પર ટાટા-પટના વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. જમશેદપુરના સાંસદ વિદ્યુત વરણ મહતો પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીથી ઓનલાઈન 6 વંદે ભારત એક્સપ્રેસ ભેટમાં આપી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુ લાલ મરાંડીએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરી છે અને બિસ્તુપુર મેઈન રોડથી ગોપાલ મેદાન સુધીના રોડ શોને મોકૂફ રાખવાની જાણકારી આપી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter