+

સંપત્તિ વિવાદમાં રાક્ષસ બન્યો એક શખ્સ, સગાભાઈની સાથે ગર્ભવતી ભાભી અને ભત્રીજાની કુહાડીથી કરી નાખી હત્યા- Gujarat Post

Crime News: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાંથી ટ્રિપલ હત્યાનો એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મિલકતના વિવાદને કારણે જંગલી બનેલા એક વ્યક્તિએ તેના 40 વર્ષીય મોટા ભાઈ, ગર્ભવતી ભાભી અને સગીર ભત્રીજાની

Crime News: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાંથી ટ્રિપલ હત્યાનો એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મિલકતના વિવાદને કારણે જંગલી બનેલા એક વ્યક્તિએ તેના 40 વર્ષીય મોટા ભાઈ, ગર્ભવતી ભાભી અને સગીર ભત્રીજાની કુહાડીથી હત્યા કરી નાખી હતી. આરોપીએ ખૂબ જ ક્રૂરતાથી આ ત્રિપલ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે હત્યારાની ધરપકડ કરી હતી.

રાયગઢ જિલ્લાના કલંબ ગામમાં આ ત્રિપલ હત્યાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આરોપીએ તેના મોટા ભાઈ મદન પાટીલ, તેની 35 વર્ષની ગર્ભવતી પત્ની અને 11 વર્ષના પુત્રની હત્યા કરી હતી. આ ત્રણેયના મૃતદેહ ગામમાં નદીના કિનારે તેમના ઘરની પાછળ પડેલા મળી આવ્યાં હતા.

પોલીસે જણાવ્યું કે મૃતક મહિલા 7 માસની ગર્ભવતી હતી. આરોપીએ પીડિતો પર કુહાડી વડે હુમલો કરીને માથામાં ઈજાઓ પહોંચાડી હતી. નેરલ પોલીસના એક અધિકારીએ આ મામલામાં પીટીઆઈને જણાવ્યું કે પોલીસે મદન પાટીલના આરોપી ભાઈ હનુમંત પાટીલની ધરપકડ કરી છે. મિલકતના વિવાદને કારણે તેણે આ ટ્રિપલ મર્ડર કર્યું હતું. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ત્રણ લોકોની હત્યા કર્યા બાદ, આરોપી તેના સંબંધીના ઘરે ગણેશ પંડાલમાં ગયો અને પંડાલની બહાર બેસી ગયો હતો. જો, તેની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તે પંડાલમાં કયા સમયે પહોંચ્યો અને ત્યાંથી કયા સમયે નીકળ્યો તે જોઈ શકાય છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે તેની ધરપકડ સુધી આરોપી પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો અને ગુનામાં તેની ભૂમિકાને નકારતો રહ્યો. પરંતુ સઘન પૂછપરછ બાદ તેણે ત્રણેય લોકોની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter