Fact Check News: અભિષેકથી છૂટાછેડા બાદ ઐશ્વર્યા રાયે લંડન સ્થિત બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હોવાના અહેવાલ ખોટા છે, આ છે સત્ય

11:53 AM Dec 31, 2024 | gujaratpost

Fact Check News: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો અને ફોટો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આવા ઘણા વાયરલ વીડિયો છે, જેનો સત્ય સાથે કોઈ સંબંધ નથી. બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચનથી અલગ થવાની અફવાઓ વચ્ચે ઐશ્વર્યા રાયની લંડન સ્થિત બિઝનેસમેન સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રીએ છૂટાછેડા પછી તસવીરોમાં દેખાતી વ્યક્તિ સાથે ફરીથી લગ્ન કર્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ ?

ઐશ્વર્યા રાયની બિઝનેસમેન સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રીએ લંડનના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. બોલિવૂડની લીડિંગ લેડી નામની એક ફેસબુક યુઝરે તસવીરો શેર કરી અને કેપ્શન લખ્યું કે ઐશ્વર્યા રાયના લંડનના બિઝનેસમેન સાથે બીજા લગ્ન અને પછી અભિષેક બચ્ચન સાથે છૂટાછેડા.

અન્ય યુઝરે લખ્યું, ચોંકાવનારું. ઐશ્વર્યા રાયના લંડનના બિઝનેસમેન સાથે બીજા લગ્ન અને પછી અભિષેક બચ્ચનથી છૂટાછેડા.

અમે સત્ય કેવી રીતે શોધી કાઢ્યું ?

તસવીરો વાયરલ થઈ રહી હોવાથી જ્યારે અમે દાવાની તપાસ કરી, ત્યારે અમે સૌથી પહેલા તેને સંબંધિત કીવર્ડ્સ સાથે ગુગલ પર સર્ચ કર્યું, પરંતુ અમને ઐશ્વર્યા રાય તરફથી આવા કોઈ દાવાને સમર્થન આપતો કોઈ વિશ્વસનીય સમાચાર મળ્યાં ન હતા, પોસ્ટ મળી નથી. ત્યારપછી અમે એક ફોટો માટે રિવર્સ ઇમેજ સર્ચ કર્યું, જેના કારણે અમને સપ્ટેમ્બર 2020ના Vogue મેગેઝિનમાં એક લેખ મળ્યો. લેખમાં સમાન ચિત્ર હતું, પરંતુ અભિનેત્રીના પતિ સાથે અને તે દિવાળી 2016 નું હતું.

અમે બીજા ફોટોની રિવર્સ ઇમેજ સર્ચ પણ કરી અને જાણવા મળ્યું કે અસલ ફોટો 2017નો છે જ્યારે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સચિન તેંડુલકરની બાયોપિકની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

Gujaratpost Fact Check news માં જાણવા શું મળ્યું ?

ઐશ્વર્યા રાયે લંડનના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કરતી તસવીરો તદ્દન ખોટી છે. અભિષેક બચ્ચનના ચહેરાને અન્ય વ્યક્તિના ચહેરા સાથે બદલીને ફોટો-એડિટિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને મૂળ ફોટોને સંપાદિત કરવામાં આવ્યો હતો, જેથી કરીને આ ભ્રામક વાર્તા સર્જી શકાય. આવી સ્થિતિમાં લોકોને આવા સમાચારોથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++