ઉત્તર પ્રદેશઃ લખનઉમાં એક હોટલની અંદર 5 હત્યાઓને કારણે સનસનાટી મચી ગઈ છે. એક પુત્રએ તેની માતા અને ચાર બહેનોની હત્યા કરી નાખી છે. આ ઘટના લખનઉના નાકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
આગ્રાનો રહેવાસી પરિવાર હોટલ શરણજીતમાં રોકાયો હતો. ઘટના બાદ પોલીસે પુત્રને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદ બહાર આવ્યો છે. મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યાં છે.
આરોપીનું નામ અરશદ (ઉ.વ-24) છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી હતી. તેણે પોલીસને જણાવ્યું છે કે તેનો તેના પરિવાર સાથે કોઈ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો.જેના કારણે તેણે આ હત્યાઓ કરી હતી. આરોપી અરશદ મૂળ આગ્રાના કુબેરપુરના ઈસ્લામ નગર, ટિહરી બગીયાનો રહેવાસી છે.
મૃતકોમાં આલિયા (ઉંમર 9 વર્ષ, બહેન), અલશિયા (ઉંમર 19, બહેન), અક્સા (ઉંમર 16 વર્ષ, બહેન), રહેમીન (ઉંમર 18 વર્ષ, બહેન), આસ્મા (માં) નો સમાવેશ થાય છે. ત્યારે આ બનાવથી તેમના પરિવારના અન્ય સભ્યો પણ ચોંકી ગયા છે. હાલમાં પોલીસે આ કેસની વધુુ તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/