ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભોપાલની નજીકના મેંડોરીના જંગલમાંથી બિનવારસી કારમાંથી આઇટીના અધિકારીઓને 40 કરોડ રુપિયાનું અંદાજે 55 કિલો સોનું અને 15 કરોડ રુપિયા રોકડા મળી આવ્યાં હતા. આટલો મોટો જથ્થો મળતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
આ કાર આરટીઓ વિભાગના પૂર્વ અધિકારી સૌરભ શર્માના ભાગીદાર ચેતન ગૌરની હતી, આઇટી વિભાગ સૌરભ શર્માને ત્યાંથી 4 કરોડ રોકડા પકડી ચૂક્યું છે. આવકવેરા વિભાગે ભોપાલ, ગ્વાલિયર અને ઇન્દોરમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યાં હતા. પરિવહન વિભાગના પૂર્વ અધિકારી સૌરભ શર્માને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યાં હતા. હવે સૌરભ શર્માનું ગુજરાત કનેકશન પણ સામે આવ્યું છે.
સૌરભ શરદ જયસ્વાલ સાથે ગુજરાત પાસિંગની લકઝુરિયસ કારમાં ભાગી ગયો હતો. કારની નંબર પ્લેટ વીઆઇપી હતી. કારનો નંબર GJ-23 CB- 0012 હતો, પોલીસ તપાસમાં કારનું રજિસ્ટ્રેશન ગુજરાતમાં થયું હોવાનું સામે આવ્યું છે. તે શરદ જયસ્વાલની કાર હોવાનું બહાર આવ્યું હતું. આ કાર 6 વર્ષ જૂની છે. નોંધણી 29મી ઓગસ્ટ 2018ના રોજ કરવામાં આવી હતી.સૌરભ પોતાના ખાસ લોકોના નામે વાહનો અને જમીન ખરીદતો હતો. સૌરભ અને શરદ ભરુચ અને ગુજરાતના અન્ય શહેરોમાં વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે. આમ ગુજરાતમાં પણ તેના કનેક્શનની ઉંડી તપાસ થઇ રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/