નવી હિલ્હીઃ નવા વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે કોમર્શિયલ ઉપયોગ માટે વપરાતા 19 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં 14-16 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે ઘરેલું વપરાશના એલપીજી સિલિન્ડર (14.2 કિગ્રા)ની કિંમત 803 રૂપિયા પર યથાવત છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, હોટલ અને રેસ્ટોરન્ટ જેવી વિવિધ સંસ્થાઓમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ એલપીજીની કિંમત હવે રાષ્ટ્રીય રાજધાનીમાં 19 કિલોગ્રામના સિલિન્ડર દીઠ 1804 રૂપિયા હશે, જે પહેલા 1818.50 રૂપિયા હતી.
ડિસેમ્બરમાં સિલિન્ડર મોંઘું થયું
ડિસેમ્બર મહિનામાં એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા હતા. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ અનુસાર 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા પણ નવેમ્બર મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા હતા. સરકારી તેલ કંપનીઓ મહિનાના પહેલા દિવસે ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે.
એટીએફ પણ સસ્તું કરવામાં આવ્યું હતું
એરોપ્લેનમાં વપરાતા એટીએફની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓએ 1 જાન્યુઆરીથી ઉડ્ડયન ઈંધણના ભાવમાં ઘટાડો કર્યો છે. ડિસેમ્બરમાં એવિએશન ફ્યુઅલ (ATF)ની કિંમતમાં પ્રતિ કિલો લીટર 11401.37 રૂપિયાની રાહત આપવામાં આવી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/