+

જમ્મુ- કાશ્મીરના બાંદીપોરામાં સેનાની ટ્રક ખીણમાં ખાબકી, 4 સૈનિકો શહીદ

જમ્મુ-કાશ્મીરઃ બાંદીપોરામાં શનિવારે સેનાની એક ટ્રક પહાડી વિસ્તારથી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 4 જવાનો શહીદ થયા છે અને અન્ય કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે, અધિકારીઓએ જણાવ્યું કે સૈનિકોને લઈને જઈ રહ

જમ્મુ-કાશ્મીરઃ બાંદીપોરામાં શનિવારે સેનાની એક ટ્રક પહાડી વિસ્તારથી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 4 જવાનો શહીદ થયા છે અને અન્ય કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે, અધિકારીઓએ જણાવ્યું કે સૈનિકોને લઈને જઈ રહેલી સેનાની ટ્રક બાંદીપોરાના સદર કુટ પેઈન વિસ્તાર પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જ્યારે એક વળાંક પર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો.

ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. સુરક્ષા દળો અને પોલીસકર્મીઓ ઘટના સ્થળે હાજર છે. છેલ્લા 20 દિવસમાં આ ત્રીજો અકસ્માત છે. અગાઉ 24 ડિસેમ્બરના રોજ સેનાનું વાહન પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 5 સૈનિકો શહીદ થયા હતા અને ડ્રાઈવર સહિત 5 અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

4 નવેમ્બર 2024ના રોજ રાજૌરી જિલ્લામાં એક વાહન રસ્તા પરથી લપસીને ખાડામાં પડી જવાથી સેનાના એક જવાન શહીદ થયા હતા અને અન્ય એક જવાન ઘાયલ થયા હતા. 2 નવેમ્બર, 2024 ના રોજ રિયાસી જિલ્લામાં એક કાર પહાડી માર્ગ પરથી લપસીને ઊંડી ખીણમાં પડી જવાથી એક મહિલા અને તેના 10 મહિનાના પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત થયા હતા અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

facebook twitter