Fact Check: ખેડૂતોએ વિરોધ પ્રદર્શન દરમિયાન મંદિર પર કર્યો હુમલો ? જાણો વાયરલ વીડિયોની હકીકત- Gujarat Post

09:26 AM Feb 15, 2024 | gujaratpost

Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખેડૂત આંદોલન કરી રહેલા ખેડૂતોએ એક મંદિર પર હુમલો કર્યો હોવાના નામે આ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શીખ પાઘડી પહેરેલા લોકો તલવાર અને લાકડી લઈ કેટલીક દુકાનો પર પથ્થર મારી રહ્યાં છે. એક દુકાન પર પ્રસાદ ભંડાર લખેલું છે, જેની અંદર ઘૂસીને આ લોકો એક વ્યકિત પર દંડા અને તલવારથી હુમલો કરે છે. વીડિયોમાં કાલી મંદિરનું બોર્ડ પણ જોવા મળે છે અને બહાર પોલીસ પણ ઉભી છે. પોલીસ આ લોકોને રોકવાન કોશિશ કરી રહી છે.

એક યુઝરે વીડિયો શેર કરીને લખ્યું, ખાલિસ્તાની ખેડૂત આતંકીઓએ મંદિર પર હુમલો કર્યો. આ કેવા ખેડૂતો છે. હવે તો બધા સમજી જાવ આ ખાલિસ્તાની આતંકવાદી છે. અમારા ફેક્ટ ચેકમાં આ મંદિર પરિષરનો વીડિયો એપ્રિલ 2022નો હોવાનું સામે આવ્યું છે. તે સમયે પટિયાલમાં શિવસેના અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી. આ વીડિયોને હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ લેવા દેવા નથી.

Gujarat Post Fact Check News: 29 એપ્રિલ 2022ની રજ પટિયાલમાં શિવસેના સમર્થકોએ ખાલિસ્તાન વિરોધી રેલી કાઢી હતી. આ રેલી દરમિયાન પટિયાલના મંજીત નગરમાં કાલી મંદિર પાસે ખાલિસ્તાન સમર્થકો સાથે બબાલ થઈ હતી. ત્યારે બંને તરફથી પથ્થરમારો થયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા 29 એપ્રિલે આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. 2 વર્ષ પહેલા પટિયાલાના કાલી મંદિરમાં થયેલી હિંસક ઘટનાના વીડિયોને હાલના ખેડૂત આંદોલન સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વીડિયો જૂનો છે અને હાલના ખેડૂત આંદોલન સાથે તેને લેવાદેવા નથી. તમે આવી વીડિયોને શેર કરતા નહીં.

Trending :

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post