+

50 દિવસમાં યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરો, નહીં તો 100 ટકા ટેરિફ લાદીશું, ટ્રમ્પે રશિયાને આપી ધમકી

વોંશિગ્ટનઃ એપીના અહેવાલ મુજબ જો યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે 50 દિવસમાં કોઈ કરાર નહીં થાય તો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને રશિયા પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. યુએસ રાષ્ટ્રપ

વોંશિગ્ટનઃ એપીના અહેવાલ મુજબ જો યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે 50 દિવસમાં કોઈ કરાર નહીં થાય તો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને રશિયા પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. યુએસ રાષ્ટ્રપતિએ યુક્રેનને વધુ શસ્ત્રો મોકલવા માટે નાટો સાથી દેશો સાથે કરારની પણ જાહેરાત કરી છે. સોમવારે ઓવલ ઓફિસમાં નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ સાથેની મુલાકાત દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટેના કરાર તરફ પ્રગતિ ન કરવા બદલ રશિયાથી નાખુશ છે.

યુક્રેનને વધુ શસ્ત્રો આપશે અમેરિકા

ભારત અને પાકિસ્તાન, રવાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો વચ્ચેના સંઘર્ષોનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે દાવો કર્યો કે, અમે વેપાર દ્વારા યુદ્ધોનો ઉકેલ લાવવામાં સફળ રહ્યાં છીએ. સોમવારે વ્હાઇટ હાઉસમાં મળેલી બેઠક દરમિયાન, ટ્રમ્પે યુક્રેનને શસ્ત્રો મોકલવાની યોજનાની પણ પુષ્ટિ કરી, જેમાં પેટ્રિઅટ મિસાઇલ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે નાટો સાથી દેશો અમેરિકા પાસેથી અબજો ડોલરના લશ્કરી સાધનો ખરીદશે અને યુક્રેનને પહોંચાડશે. જર્મની અને મોટાભાગના મોટા નાટો દેશો સાથે વાત કરી છે અને તેઓ આ અંગે ખૂબ જ ઉત્સાહિત છે.

યુક્રેનને અત્યાધુનિક શસ્ત્રો આપવામાં આવ્યાં

નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટેએ જણાવ્યું કે યુક્રેનને શસ્ત્રોનો આ પહેલો જથ્થો હશે અને ભવિષ્યમાં વધુ શસ્ત્રો મોકલવામાં આવશે. રશિયન હવાઈ હુમલાઓ સામે યુક્રેનની સુરક્ષા માટે પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ યુએસ-નિર્મિત હથિયાર યુક્રેનના શસ્ત્રાગારમાં એકમાત્ર મિસાઇલ છે જે રશિયન બેલિસ્ટિક મિસાઇલોને તોડી પાડવા સક્ષમ છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter