+

વડોદરામાં વૃદ્ધાની લૂંટના ઇરાદે કરાઇ હત્યા, કાનની બુટ્ટી અને ચેઇન લઇને આરોપી ફરાર- Gujarat Post

વડોદરા: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તરસાલી વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. સવારે મહિલાના ઘરની લાઇટ જતી રહેતા તે બહાર જોવા ગ

વડોદરા: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તરસાલી વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. સવારે મહિલાના ઘરની લાઇટ જતી રહેતા તે બહાર જોવા ગયા હતા. તેવામાં અજાણ્યા શખ્સો સોનાની કાનની બુટ્ટી અને ચેઇનની લૂંટ કરીને ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં છે. પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ક્વોડની ટીમની પણ મદદ લીધી છે.

લૂંટ અને હત્યાની સનસનીખેજ ઘટના

પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી

શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી ભાઇલાલ પાર્ક સોસાયટીમાં સુરજીત કૌર અને તેમના પતિ હરવિંદરસિંગ રહેતા હતા. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ તેમના ઘરની લાઇટ જતી રહેતા વૃદ્ધ મહિલા બહાર જોવા નીકળ્યાં હતા. અને ત્યાં જ લૂંટારૂઓએ તેમના પર ધારદાર હથિયાર વડે હુમલો કરીને ગળું કાપી નાંખ્યું હતું. જે બાદ લૂંટારૂએ તેમની બુટ્ટી અને ચેઇનની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. લૂંટારુ વૃદ્ધાનું ગળું કાપી નાખતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter