- સિલિન્ડર બ્લાસ્ટને કારણે થોડીવાર માટે અફરાતફરી મચી
- ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં
- બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી
નવી દિલ્હીઃ ટીકરી કલાં વિસ્તારમાં બુધવારે એક CNG સ્ટેશન પર વાહનમાં ગેસ ભરતી વખતે તેના ગેસ સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. સમાચાર એજન્સી ANI મુજબ, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે, બ્લાસ્ટની ચપેટમાં આવવાથી નજીક ઉભેલા છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. દિલ્હી ફાયર સર્વિસને આ ઘટનાની માહિતી બપોરે 3.37 વાગ્યે મળી હતી, જે બાદ તાબડતોબ છ ફાયર ટેન્ડરને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યાં હતા.
અધિકારીના જણાવ્યાં અનુસાર, ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે જરૂરી સાવચેતીના પગલાં લઈ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્તોની હાલત અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
#WATCH | Delhi: Three people died in a blast in a truck at a CNG refilling pump at Tikri Kalan. The incident occurred when CNG was being pumped into the truck. pic.twitter.com/DpOkcsHQtS
— ANI (@ANI) August 19, 2026