અમૃતસરઃ પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણી અકાલી ચીફ સુખબીર સિંહ બાદલ પર અમૃતસરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ અમૃતસરમાં સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર પર એક શખ્સે શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર ગોળીબાર કર્યો હતો. સ્થળ પર હાજર લોકોએ શખ્સને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. સુખબીર સિંહ બાદલ ગોળીબારથી બચી ગયા છે.
શિરોમણી અકાલી દળે પંજાબ પોલીસ પર આરોપ લગાવ્યો હતો
અમૃતસરના સુવર્ણ મંદિર સંકુલમાં જ્યારે શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ શ્રી અકાલ તખ્ત સાહિબ દ્વારા તેમના માટે જાહેર કરાયેલ ધાર્મિક તપસ્યાના ભાગરૂપે સેવા કરી રહ્યાં હતા. ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. શિરોમણી અકાલી દળે પંજાબ પોલીસ પર પૂરતી સુરક્ષા ન આપવાનો આરોપ લગાવ્યો છે.
આરોપી ગઈકાલે પણ સુવર્ણ મંદિરમાં હતો
શિરોમણી અકાલી દળના આરોપો પર એડીસીપી હરપાલ સિંહે દાવો કર્યો છે કે અહીં સઘન સુરક્ષા વ્યવસ્થા હતી. સુખબીરને યોગ્ય સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. હુમલાખોર નારાયણ સિંહ ચૌરા ગઈકાલે પણ અહીં હતો. આજે પણ તેણે પહેલા ગુરુને માથું નમાવ્યું હતું અને બાદમાં તેને ફાયરિંગ કર્યું હતુ.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++