DRI એ આવી રીતે ઝડપી પાડ્યું રૂ.300 કરોડનું ડ્રગ્સ, પાકિસ્તાન સાથે જોડાયેલા છે તાર

10:00 AM Aug 20, 2026 | gujaratpost

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂં ઇન્ટેલિજન્સ (DRI) નું મોટું ઓપરેશન 

ભારતમાંથી સાઉદી અરેબિયામાં મેથામ્ફેટામાઇનનો જથ્થો નિકાસ કરતા પહેલા પકડાયો 

મકાઇની આડમાં ડ્રગ્સ મોકલવાનું કૌભાંડ ઝડપાયું 
 
મુંબઇઃ
ડીઆરઆઇએ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, મુંબઈમાં ન્હાવા શેવા બંદર પાસેથી 300 કરોડ રૂપિયાનો 55 કિલો મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. 

કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન (CFS) માં ઓપરેશન દરમિયાન મકાઇની આયાતની આડમાં આ જથ્થો અહીં લાવવામાં આવ્યો હતો, આ ડ્રગ્સ કેસમાં    ડ્રગ માફિયા મોહમ્મદ હસન હુસૈન દાદનું નામ સામે આવ્યું છે. આ માફિયા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ઉંચા સંપર્કો ધરાવે છે અને પાકિસ્તાની ISI સંસ્થા સાથે પણ જોડાયેલો છે.

હાલમાં જે ડ્રગ્સ પકડાયું છે તેના તાર હવે આતંકવાદીઓ સાથે મળ્યાં છે, આ કેસમાં એનઆઇએ પણ જોડાઇ શકે છે, યુપીની એક કંપનીના નામે આ ડ્રગ્સ વિદેશ મોકલવાની તૈયારીઓ હતી ત્યારે જ એજન્સીને તેની માહિતી મળી હતી, જ્યારે સીએફએસમાં જઇને તપાસ કરવામાં આવી તો મકાઇની બોરીઓની અંદરથી 55 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. એજન્સી હાલમાં આ કેસની વધુ તપાસ કરી રહી છે.