Bhavnagar News: પિતાએ પૈસા વાપરવા ન આપ્યાં તો પુત્રએ છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા- Gujarat Post

09:36 PM Oct 29, 2024 | gujaratpost

Bhavnagar Crime News: ભાવનગરમાં દિવાળી પહેલાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પિતાએ પૈસા ન આપતાં પુત્રએ સગા બાપને છરીના ઘા માર્યાં હતા. જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા પિતાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ઇન્દિરાનગર નવી નિશાળ સામે વણઝારાની શેરીમાં રહેતા ઈસ્માઈલભાઈ છંદુભાઈ કુરેશી (ઉં.વ 66) અઠવાડિયા પહેલા ભંગારની ફેરી કરી પરત ઘરે આવ્યાં હતા, ત્યારે તેમના દિકરા ફજલ ઉર્ફે ગફાર ઇસ્માઈલભાઈ કુરેશીએ આવીને કહ્યું કે મને વાપરવા માટે પૈસા આપો. જેથી પિતાની પાસે પૈસા ન હોવાને કારણે પૈસા આપવાની ના પાડી હતી.

પુત્ર ફજલ ઉર્ફે ગફારએ ખિજાઈને પિતા પર છરી વડે ડાબી બાજુના પડખામાં એક ઘા ઝીંકી દીધી હતો તથા ડાબા હાથે બાવડા ઉપર છરીનો ઘા મારી ગાળો આપી હતી અને પૈસા ન આપો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં દેકારો થતાં પુત્રી અને પત્નીએ તેમને વધુ મારથી છોડાવ્યા હતા. ઈસ્માઈલભાઈને ગંભીર ઈજા થતાં 108 મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ઈસ્માઈલભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++