+

આજના સૌથી મોટા સમાચાર....2030 ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે

અમદાવાદઃ ભારત માટે એક સારા સમાચાર છે. ભારતને 2030 ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અમદાવાદ 2030 ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. ભારત પહેલાથી જ 2030 ની કોમનવેલ્થ ગેમ્સનું આ

અમદાવાદઃ ભારત માટે એક સારા સમાચાર છે. ભારતને 2030 ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અમદાવાદ 2030 ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. ભારત પહેલાથી જ 2030 ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે આગળ હતું. હવે તે પુષ્ટિ થઈ ગઈ છે. ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનશે. અગાઉના કોમનવેલ્થ ગેમ્સ 2010 માં નવી દિલ્હીમાં યોજાઈ હતી. ભારતીય રમતવીરોએ આ ઇવેન્ટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું અને મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને રહ્યાં હતા.

ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીમાં 2030 ગેમ્સના યજમાન અધિકારો ભારતના અમદાવાદ શહેરને આપવામાં આવ્યાં છે. આ ખાસ પ્રસંગે કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ ડૉ. પીટી ઉષાએ જણાવ્યું કે કોમનવેલ્થ સ્પોર્ટએ જે વિશ્વાસ બતાવ્યો છે તે આમારા માટે ખૂબ જ સન્માનિત છે. 2030 રમતો માત્ર કોમનવેલ્થ ચળવળની શતાબ્દી ઉજવશે નહીં, પરંતુ આગામી સદીનો પાયો પણ નાખશે. તે મિત્રતા અને પ્રગતિની ભાવનામાં બધા કોમનવેલ્થ દેશોના રમતવીરો, સમૂદાયો અને સંસ્કૃતિઓને એક સાથે લાવશે.

કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રુકરેએ જણાવ્યું કે આ કોમનવેલ્થ સ્પોર્ટ માટે એક નવા સુવર્ણ યુગની શરૂઆત છે. ગેમ્સ રિસેટ થયા પછી અમે 74 કોમનવેલ્થ ટીમોનું સ્વાગત કરવા માટે ગ્લાસગો 2026 માટે સારી સ્થિતિમાં જઈશું અને પછી કોમનવેલ્થ ગેમ્સના ખાસ શતાબ્દી આવૃત્તિ માટે અમદાવાદ 2030 પર અમારી નજર રાખીશું.

અમદાવાદમાં 15- 17 રમતોનો સમાવેશ થશે

2030ના યજમાનપદની પુષ્ટિ કરવા ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સએ એ પણ પુષ્ટિ આપી છે કે અમદાવાદ 2030 માં 15 થી 17 રમતોનો સમાવેશ થશે. અત્યાર સુધી, એથ્લેટિક્સ અને પેરા-એથ્લેટિક્સ, સ્વિમિંગ અને પેરા-સ્વિમિંગ, ટેબલ ટેનિસ, પેરા-ટેબલ ટેનિસ, બાઉલ્સ, પેરા બાઉલ્સ, વેઇટલિફ્ટિંગ, પેરા પાવરલિફ્ટિંગ, આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ, નેટબોલ, બોક્સિંગને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. બાકીના કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા આવતા મહિને શરૂ થશે. જે રમતો પર વિચારણા કરવામાં આવી રહી છે તેમાં તીરંદાજી, બેડમિન્ટન, 3x3 બાસ્કેટબોલ અને 3x3 વ્હીલચેર બાસ્કેટબોલ, બીચ વોલીબોલ, ક્રિકેટ T- 20, સાયકલિંગ, ડાઇવિંગ, હોકી, જુડો, રિધમિક જિમ્નેસ્ટિક્સ, રગ્બી સેવન્સ, શૂટિંગ, સ્ક્વોશ, ટ્રાયથ્લોન, પેરા-ટ્રાયથ્લોન, અને કુસ્તી. યજમાન બે નવી અથવા પરંપરાગત રમતો પણ પ્રસ્તાવિત કરી શકે છે.

facebook twitter