+

કેનેડા રિટર્ન યુવકની હેવાનિયત: દીકરાની લાલચમાં પત્નીને બે વાર ગર્ભપાત કરાવ્યો

મોરબીઃ માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. દીકરાની લાલચમાં અંધ બનેલા એક કેનેડાના PR ધરાવતા પતિ અને સાસરી પક્ષે પરણીતા પર અત્યાચાર ગુજાર્યો હતો. તેમ જ બે વાર ગર્ભપાત કરાવ્યો હતો. ગોંડલની યુવતી

મોરબીઃ માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. દીકરાની લાલચમાં અંધ બનેલા એક કેનેડાના PR ધરાવતા પતિ અને સાસરી પક્ષે પરણીતા પર અત્યાચાર ગુજાર્યો હતો. તેમ જ બે વાર ગર્ભપાત કરાવ્યો હતો.

ગોંડલની યુવતીના લગ્ન 2010માં મોરબીના હર્ષદ કડીવાર સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદ દીકરીનો જન્મ થતા જ સાસરિયાઓએ કરિયાવર બાબતે મેણા-ટોણા મારવાનું અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દીકરાની ઘેલછામાં પતિએ 2018માં પત્નીનું ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરાવ્યું હતું. વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલ અને રાજકોટની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં બે વખત જબરદસ્તીથી ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.

વર્ષ 2025માં IVF પ્રક્રિયા માટે મહિલાને બે વખત થાઈલેન્ડ (બેંગકોક) લઈ જવામાં આવી હતી, જ્યાં પણ પતિએ તેની સાથે ગંભીર મારકૂટ કરી હતી. મહિલાએ હિંમત ભેગી કરી મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ હર્ષદ કડીવાર, સાસુ ચંપાબેન કડીવા, જેઠ જિજ્ઞેશ કડીવાર સામે ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાએ કરુણ રજૂઆત કરતાં કહ્યું, મેં મારી દીકરીના ભવિષ્ય અને માતા-પિતાની આબરૂને લઇને 13 વર્ષ સુધી આ અસહ્ય ત્રાસ સહન કર્યો. એક તરફ સરકાર 'બેટી બચાવો'ના નારા લગાવે છે, ત્યારે બીજી તરફ પૈસાની લાલચમાં ગર્ભપાત કરી આપતા તબીબો સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. હાલમાં પીડિતા પોતાના માવતર ગોંડલ ખાતે આશરો લઈ રહી છે અને ન્યાયની આશા રાખી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

facebook twitter