ગુજરાત ટાઇટન્સે IPLની 17મી સિઝનની શરૂઆત શુભમન ગીલની કપ્તાની હેઠળ જીત સાથે કરી હતી. જો કે આ પછી તેને બીજી મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યા તેની 2 સિઝન માટે કેપ્ટનશિપ કર્યાં બાદ તેની જૂની ફ્રેન્ચાઈઝીમાં પાછો ફર્યો ત્યારે ગુજરાત ટાઇટન્સે ટીમના નવા કેપ્ટન તરીકે શુભમન ગિલની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી.
આ પછી દરેકને આશા હતી કે ગુજરાતની ટીમ તેના જૂના ફોર્મમાં રમતી જોવા મળશે અને મુંબઈ ઈન્ડિયન્સ સામેની સિઝનની તેની પ્રથમ મેચમાં તેણે રોમાંચક રીતે મેચ જીતી લીધી હતી. આ પછી ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની બીજી મેચમાં તેને 63 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.
રચિન રવિન્દ્રની તોફાની શરૂઆત બાદ ટીમે શિવમ દુબેની ફિફ્ટીના આધારે 6 વિકેટે 206 રન બનાવ્યાં હતા. ટાર્ગેટનો પીછો કરવા આવેલી ગુજરાતની ટીમ નબળી બેટિંગના કારણે પડી ભાંગી હતી. ટીમ 8 વિકેટના નુકસાન પર 143 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈએ આ મેચ 63 રને જીતી લીધી હતી.
IPLના ઈતિહાસમાં ગુજરાતને સૌથી મોટી હાર મળી છે
IPLમાં ગુજરાત જાયન્ટ્સ ટીમની આ ત્રીજી સિઝન છે. ટીમનું શાનદાર પ્રદર્શન પ્રથમ 2 સિઝનમાં જોવા મળ્યું હતું, જેમાં તેણે વર્ષ 2022માં ટ્રોફી જીતી હતી, જ્યારે વર્ષ 2023ની સિઝનમાં તેઓ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યાં હતા, જ્યાં તેમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. IPLની 17મી સિઝનમાં CSK સામેની મેચમાં 63 રને મળેલી હાર તેમના IPL ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી હાર બની ગઈ છે.
અગાઉ ગુજરાતની રનના અંતરથી સૌથી મોટી હાર વર્ષ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં થઈ હતી જ્યારે તેને 23 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સની આ મેચ પહેલા રનના અંતરથી સૌથી મોટી હાર વર્ષ 2023માં ગુજરાત ટાઇટન્સ સામે 15 રને હતી.
ખરાબ બેટિંગના કારણે અમે હારી ગયા
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 63 રને મળેલી હાર બાદ શુભમન ગિલે કહ્યું કે અમે બેટિંગમાં જે સ્તરની અપેક્ષા રાખીએ છીએ તે સ્તર પર પ્રદર્શન કરી શક્યા નથી. પાવરપ્લે દરમિયાન અમે ઝડપથી રન બનાવી શક્યા ન હતા જેના કારણે અમે મેચમાં માત્ર પીછો કરતા જોવા મળ્યાં હતા. અમે આ વિકેટ પર 190 થી 200 રનનો પીછો કરવાની અપેક્ષા રાખી હતી
પરંતુ સ્કોર તેના કરતા થોડો વધારે બન્યો. અમારા બોલરોને પણ આ મેચમાંથી ઘણું શીખવાનો મોકો મળ્યો. મને લાગે છે કે ટૂર્નામેન્ટની શરૂઆતમાં અમને મળેલી આ હાર અમારા માટે ખૂબ સારી હતી કારણ કે હવે અમારી પાસે પુનરાગમન કરવાની દરેક તક છે કારણ કે મધ્ય અને અંતમાં આવી હાર અમને ખૂબ જ ખરાબ સ્થિતિમાં મૂકી શકે છે. કેપ્ટનશીપની જવાબદારી સંભાળતી વખતે મને સતત ઘણા જુદા જુદા અનુભવો શીખવા મળે છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો