ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ પુરી થતા જ ઇન્કમટેક્સ વિભાગ સક્રિય, સુરતમાં દરોડા

01:55 PM May 09, 2024 | gujaratpost

સુરતઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થયાની સાથે જ ઇન્કમટેક્સ વિભાગ સક્રિય થઇ ગયું છે. ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. સુરતના એશ્વર્યા ગ્રુપ ઉપર દરોડાની કામગીરી થઇ રહી છે. એક સાથે 12 જગ્યાઓ પર આઇટીના અધિકારીઓની ટીમ તપાસ કરી રહી છે.

સુરત સહિત 12 જગ્યાએ આઈટીના દરોડા 

કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યાં

એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલના વેપારીઓને ત્યાં પણ તપાસ થઇ રહી છે. કોલ બિઝનેસગ્રુપના મોરબીમાં આવેલા સિરામીક એકમ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આઇટીના દરોડામાં મોટા પાયે ડોક્યુમેન્ટ, ડિઝિટલ સામગ્રી સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, ઐશ્વર્યા ગ્રુપના અન્ય ગ્રુપો સાથેના વ્યવહારોને લઇને મોટી માહિતી મળતા આઇટીએ આ કાર્યવાહી કરી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526