+

બિલ ગેટ્સ પહોંચ્યાં સ્ટેચ્યૂં ઓફ યુનિટી, કહ્યું આ એન્જિનિયરિંગનું અદ્દભુત ઉદાહરણ છે

ગેટ્સ 135 મીટરની ઉંચાઈ પર સ્થિત ગેલેરીમાં ગયા હતા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેટ્સનું સ્વાગત કર્યું કેવડિયાઃ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે શુક્રવારે નર્મદામાં એકતા નગરમાં સરદાર વલ્

ગેટ્સ 135 મીટરની ઉંચાઈ પર સ્થિત ગેલેરીમાં ગયા હતા

પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેટ્સનું સ્વાગત કર્યું

કેવડિયાઃ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે શુક્રવારે નર્મદામાં એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂં ઓફ યુનિટી જોઈને તેને એન્જિનિયરિંગનું અદભૂત ઉદાહરણ ગણાવ્યું હતું.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોયા પછી ગેટ્સે તેમની મુલાકાતીઓની ડાયરીમાં લખ્યું કે તે એન્જિનિયરિંગનું અદ્ભભૂત ઉદાહરણ છે ! એકદમ સુંદર ! સરદાર પટેલને વંદન. આતિથ્ય માટે આભાર.

ગેટ્સ 135 મીટરની ઉંચાઈ પર સ્થિત ગેલેરીમાં ગયા

સ્ટેચ્યૂં ઓફ યુનિટીના સીઈઓ ઉદિત અગ્રવાલ અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેટ્સનું સ્વાગત કર્યું હતું. અધિકારીઓએ ગેટ્સને પ્રતિમા બનાવવાની પ્રક્રિયા અને તેમાં વપરાતી સામગ્રી વિશે જણાવ્યું હતું. ગુજરાત સરકારના એક નિવેદનમાં જણાવાયું છે કે ગેટ્સે 135 મીટરની ઉંચાઈ પર સ્થિત ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.

નોંધનિય છે કે ગેટ્સ અનંત અંબાણી અને રાધિકારના પ્રિ -વેડિંગમાં હાજરી આપવા ગુજરાત આવ્યાં છે, બાદમાં તેઓ જામનગર પહોંચ્યાં હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter