પટનાઃ NEET પેપર લીકનો મામલો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે, આ કેસમાં બિહાર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસના ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ (EOU) એ 6 પોસ્ટ ડેટેડ ચેક રીકવર કર્યાં છે, જે માફિયાની તરફેણમાં જારી કરવામાં આવ્યાં હોવાની શંકા છે, ગયા મહિને યોજાયેલ NEET પહેલા કથિત રીતે લીક થયેલા પેપરની માંગ કરનારા દરેક ઉમેદવાર પાસેથી 30 લાખ રૂપિયાથી વધુની માંગણી કરી રહ્યાં હતા.
6 પોસ્ટ-ડેટેડ ચેક મળ્યાં
EOUના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) માનવજીત સિંઘ ધિલ્લોને રવિવારે જણાવ્યું કે તપાસ દરમિયાન EOU અધિકારીઓએ 6 પોસ્ટ-ડેટેડ ચેકો પુનઃપ્રાપ્ત કર્યા હતા, જે ગુનેગારોએ લીધા હતા. જેમણે પરીક્ષા પહેલા ઉમેદવારોને પેપર આપ્યાં હતા. અમે સંબંધિત બેંકો પાસેથી ખાતાધારકોની માહિતી એકત્ર કરી રહ્યાં છીએ.
13 લોકોની ધરપકડ કરવામાં આવી
કથિત NEET-UG 2024 પેપર લીક કેસમાં EOUએ અત્યાર સુધીમાં 4 પરીક્ષાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો સહિત 13 લોકોની ધરપકડ કરી છે. ડીઆઈજીએ કહ્યું કે તમામ આરોપીઓ બિહારના છે. EOUએ તપાસમાં જોડાવા માટે 9 ઉમેદવારો (બિહારમાંથી 7 અને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 1-1) ને નોટિસ આપી છે. NEET-UG 2024 નું આયોજન NTA દ્વારા 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર 24 લાખથી વધુ ઉમેદવારો માટે કરવામાં આવ્યું હતું. 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને પરિણામ જાહેર થતાંની સાથે જ હોબાળો થયો હતો, ઘણા વિદ્યાર્થીઓએ આ મામલે બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.
સેફ હાઉસમાંથી પેપરો અને જવાબો મળી આવ્યા હતા
કથિત પેપર લીક અને પરીક્ષાની અખંડિતતા અંગેની ચિંતાઓને કારણે વિદ્યાર્થીઓએ નવી પરીક્ષાઓની માંગણી સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. એવી શંકા છે કે બિહારના 9 ઉમેદવારો તેમજ 4 અન્ય પરીક્ષાર્થીઓ જેમની EOU દ્વારા ધરપકડ કરવામાં આવી છે, પરીક્ષાના એક દિવસ પહેલા 5 મેના રોજ પરીક્ષાનું પેપર અને જવાબો પટના પાસેના એક 'સેફ હાઉસ'માંથી મળી આવ્યાંં હતા. ગુજરાતના પંચમહાલમાંથી પણ રોકડ જપ્ત કરીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526