આદિવાસી રાજનીતિમાં ઉલટફેર, દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા

04:10 PM Jan 06, 2026 | gujaratpost

નર્મદાઃ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. મહેશ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક છોટુ વસાવાના પુત્ર છે અને તેઓ અગાઉ BTPના અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માંથી રાજીનામું આપ્યું હતું. તેઓ 2024માં BTP છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે, મહેશ વસાવા કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં પણ જોડાશે.

તેઓ ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે દર્શન કરીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. તેઓ દાહોદ સ્થિત જનઆક્રોશ યાત્રા સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. નોંધનિય છે કે અહીંંની રાજનીતિમાં સાંસદ મનસુખ વસાવા, આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો દબદબો છે અને હવે મહેશ વસાવા કોંગ્રેસ તરફથી મેદાનમાં આવ્યાં છે, આગામી સમયમાં અહીં ખરાખરીની રાજનીતિ જોવા મળશે તે ચોક્કસ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++